કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૧
वान्तरसत्ता च । तत्र सर्वपदार्थसार्थव्यापिनी साद्रश्यास्तित्वसूचिका महासत्ता प्रोक्तै व ।
अन्या तु प्रतिनियतवस्तुवर्तिनी स्वरूपास्तित्वसूचिकाऽवान्तरसत्ता । तत्र महासत्ता-
ऽवान्तरसत्तारूपेणाऽसत्ताऽवान्तरसत्ता च महासत्तारूपेणाऽसत्तेत्यसत्ता सत्तायाः । येन
स्वरूपेणोत्पादस्तत्तथोत्पादैकलक्षणमेव, येन स्वरूपेणोच्छेदस्तत्तथोच्छेदैकलक्षणमेव, येन
स्वरूपेण ध्रौव्यं तत्तथा ध्रौव्यैकलक्षणमेव, तत उत्पद्यमानोच्छिद्यमानावतिष्ठमानानां
वस्तुनः स्वरूपाणां प्रत्येकं त्रैलक्षण्याभावादत्रिलक्षणत्वं त्रिलक्षणायाः । एकस्य वस्तुनः
स्वरूपसत्ता नान्यस्य वस्तुनः स्वरूपसत्ता भवतीत्यनेकत्वमेकस्याः । प्रतिनियतपदार्थ-
स्थिताभिरेव सत्ताभिः पदार्थानां प्रतिनियमो भवतीत्येकपदार्थस्थितत्वं सर्वपदार्थ-
स्थितायाः । प्रतिनियतैकरूपाभिरेव सत्ताभिः प्रतिनियतैकरूपत्वं वस्तूनां भवतीत्येक-
સૂચવનારી મહાસત્તા (સામાન્યસત્તા) તો કહેવાઈ જ ગઈ. બીજી, પ્રતિનિશ્ચિત (-એકેક
નિશ્ચિત) વસ્તુમાં રહેનારી, સ્વરૂપ-અસ્તિત્વને સૂચવનારી અવાન્તરસત્તા (વિશેષસત્તા) છે.
(૧) ત્યાં મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા
છે તેથી સત્તાને અસત્તા છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી
‘સત્તા’ છે તે જ અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘અસત્તા’ પણ છે). (૨) જે સ્વરૂપે
ઉત્પાદ છે તેનું (-તે સ્વરૂપનું) તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે, જે સ્વરૂપે વ્યય છે
તેનું (-તે સ્વરૂપનું) તે રીતે વ્યય એક જ લક્ષણ છે અને જે સ્વરૂપે ધ્રૌવ્ય છે તેનું (તે
સ્વરૂપનું) તે રીતે ધ્રૌવ્ય એક જ લક્ષણ છે તેથી વસ્તુના ઊપજતા, નષ્ટ થતા અને ધ્રુવ
રહેતા સ્વરૂપોમાંના પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ હોવાથી ત્રિલક્ષણા(સત્તા)ને
અત્રિલક્ષણપણું છે. (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી
‘ત્રિલક્ષણા’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘અત્રિલક્ષણા’ પણ
છે). (૩) એક વસ્તુની સ્વરૂપસત્તા અન્ય વસ્તુની સ્વરૂપસત્તા નથી તેથી એક (સત્તા)ને
અનેકપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી ‘એક’ છે તે
જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘અનેક’ પણ છે). (૪) પ્રતિનિશ્ચિત
(-વ્યક્તિગત નિશ્ચિત) પદાર્થમાં સ્થિત સત્તાઓ વડે જ પદાર્થોનું પ્રતિનિશ્ચિતપણું (-ભિન્ન-
ભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ) હોય છે તેથી સર્વપદાર્થસ્થિત(સત્તા)ને એકપદાર્થસ્થિતપણું છે
(અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી ‘સર્વપદાર્થસ્થિત’ છે તે જ
અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘એકપદાર્થસ્થિત’ પણ છે.) (૫) પ્રતિનિશ્ચિત
એક એક રૂપવાળી સત્તાઓ વડે જ વસ્તુઓનું પ્રતિનિશ્ચિત એક એક રૂપ હોય છે તેથી