Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 20 of 256
PDF/HTML Page 60 of 296

 

background image
૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
त्रिलक्षणस्य समस्तस्यापि वस्तुविस्तारस्य साद्रश्यसूचकत्वादेका सर्वपदार्थस्थिता च
त्रिलक्षणस्य सदित्यभिधानस्य सदिति प्रत्ययस्य च सर्वपदार्थेषु तन्मूलस्यैवोपलम्भात
सविश्वरूपा च विश्वस्य समस्तवस्तुविस्तारस्यापि रूपैस्त्रिलक्षणैः स्वभावैः सह वर्तमानत्वात
अनन्तपर्याया चानन्ताभिर्द्रव्यपर्यायव्यक्ति भिस्त्रिलक्षणाभिः परिगम्यमानत्वात एवंभूतापि
सा न खलु निरंकुशा किन्तु सप्रतिपक्षा प्रतिपक्षो ह्यसत्ता सत्तायाः, अत्रिलक्षणत्वं
त्रिलक्षणायाः, अनेकत्वमेकस्याः, एकपदार्थस्थितत्वं सर्वपदार्थस्थितायाः, एकरूपत्वं
सविश्वरूपायाः, एकपर्यायत्वमनन्तपर्यायाया इति
द्विविधा हि सत्तामहासत्ता-
ત્રિલક્ષણવાળા સમસ્ત વસ્તુવિસ્તારનું સાદ્રશ્ય સૂચવે છે. વળી તે (સત્તા) ‘સર્વપદાર્થસ્થિત
છે, કારણ કે તેના કારણે જ (-સત્તાને લીધે જ) સર્વ પદાર્થોમાં ત્રિલક્ષણની
(-ઉત્પાદવ્યયધ્રૌવ્યની), ‘સત્’ એવા કથનની અને ‘સત્’ એવી પ્રતીતિની ઉપલબ્ધિ થાય
છે. વળી તે (સત્તા) ‘સવિશ્વરૂપ’ છે, કારણ કે તે વિશ્વનાં રૂપો સહિત અર્થાત્ સમસ્ત
વસ્તુવિસ્તારના ત્રિલક્ષણવાળા સ્વભાવો સહિત વર્તે છે. વળી તે (સત્તા)
અનંતપર્યાયમય’ છે, કારણ કે તે ત્રિલક્ષણવાળી અનંત દ્રવ્યપર્યાયરૂપ વ્યક્તિઓથી વ્યાપ્ત
છે. (આ પ્રમાણે સામાન્ય-વિશેષાત્મક સત્તાનું તેના સામાન્ય પડખાની અપેક્ષાએ અર્થાત
મહાસત્તારૂપ પડખાની અપેક્ષાએ વર્ણન થયું.)
આવી હોવા છતાં તે ખરેખર નિરંકુશ નથી પરંતુ સપ્રતિપક્ષ છે. (૧) સત્તાને
અસત્તા પ્રતિપક્ષ છે; (૨) ત્રિલક્ષણાને અત્રિલક્ષણપણું પ્રતિપક્ષ છે; (૩) એકને
અનેકપણું પ્રતિપક્ષ છે; (૪) સર્વપદાર્થસ્થિતને એકપદાર્થસ્થિતપણું પ્રતિપક્ષ છે;
(૫) સવિશ્વરૂપને એકરૂપપણું પ્રતિપક્ષ છે; (૬) અનંતપર્યાયમયને એકપર્યાયમયપણું
પ્રતિપક્ષ છે.
(ઉપર્યુક્ત સપ્રતિપક્ષપણું સ્પષ્ટ સમજાવવામાં આવે છે) સત્તા દ્વિવિધ છે
મહાસત્તા અને અવાન્તરસત્તા. તેમાં, સર્વપદાર્થસમૂહમાં વ્યાપનારી, સાદ્રશ્યઅસ્તિત્વને
૧. અહીં ‘સામાન્યાત્મક’નો અર્થ ‘મહા’ સમજવો અને ‘વિશેષાત્મક’નો અર્થ ‘અવાન્તર’ સમજવો.
સામાન્ય-વિશેષના બીજા અર્થો અહીં ન સમજવા.
૨. નિરંકુશ=અંકુશ વિનાની; વિરુદ્ધ પક્ષ વિનાની; નિઃપ્રતિપક્ષ. [સામાન્યવિશેષાત્મક સત્તા ઉપર વર્ણવી
તેવી હોવા છતાં સર્વથા તેવી નથી, કથંચિત્ (સામાન્ય-અપેક્ષાએ) તેવી છે અને કથંચિત્ (વિશેષ-
અપેક્ષાએ) વિરુદ્ધ પ્રકારની છે.]
૩. સપ્રતિપક્ષ=પ્રતિપક્ષ સહિત; વિપક્ષ સહિત; વિરુદ્ધ પક્ષ સહિત.