Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 19 of 256
PDF/HTML Page 59 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૯
सत्ता सर्वपदार्था सविश्वरूपा अनंतपर्याया
भङ्गोत्पादध्रौव्यात्मिका सप्रतिपक्षा भवत्येका ।।।।
अत्रास्तित्वस्वरूपमुक्त म्
अस्तित्वं हि सत्ता नाम सतो भावः सत्त्वम् न सर्वथा नित्यतया सर्वथा क्षणिकतया
वा विद्यमानमात्रं वस्तु सर्वथा नित्यस्य वस्तुनस्तत्त्वतः क्रमभुवां भावानामभावात्कुतो
विकारवत्त्वम् सर्वथा क्षणिकस्य च तत्त्वतः प्रत्यभिज्ञानाभावात् कुत एकसन्तानत्वम् ततः
प्रत्यभिज्ञानहेतुभूतेन केनचित्स्वरूपेण ध्रौव्यमालम्ब्यमानं काभ्यांचित्क्रमप्रवृत्ताभ्यां स्वरूपाभ्यां
प्रलीयमानमुपजायमानं चैककालमेव परमार्थतस्त्रितयीमवस्थां बिभ्राणं वस्तु सदवबोध्यम्
अत
एव सत्ताप्युत्पादव्ययध्रौव्यात्मिकाऽवबोद्धव्या, भावभाववतोः कथञ्चिदेकस्वरूपत्वात सा च
અન્વયાર્થ[सत्ता] સત્તા [भङ्गोत्पादध्रौव्यात्मिका] ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક, [एका]
એક, [सर्वपदार्था] સર્વપદાર્થસ્થિત, [सविश्वरूपा] સવિશ્વરૂપ, [अनन्तपर्याया] અનંતપર્યાયમય
અને [सप्रतिपक्षा] સપ્રતિપક્ષ [भवति] છે.
ટીકાઅહીં અસ્તિત્વનું સ્વરૂપ કહ્યું છે.
અસ્તિત્વ એટલે સત્તા નામનો સત્નો ભાવ અર્થાતસત્ત્વ.
વિદ્યમાનમાત્ર વસ્તુ નથી સર્વથા નિત્યપણે હોતી કે નથી સર્વથા ક્ષણિકપણે હોતી.
સર્વથા નિત્ય વસ્તુને ખરેખર ક્રમભાવી ભાવોનો અભાવ થવાથી વિકાર (-ફેરફાર,
પરિણામ) ક્યાંથી થાય? અને સર્વથા ક્ષણિક વસ્તુને વિષે ખરેખર પ્રત્યભિજ્ઞાનનો
અભાવ થવાથી એકપ્રવાહપણું ક્યાંથી રહે? માટે પ્રત્યભિજ્ઞાનના હેતુભૂત કોઈ સ્વરૂપથી
ધ્રુવ રહેતી અને કોઈ બે ક્રમવર્તી સ્વરૂપોથી નષ્ટ થતી ને ઊપજતી
એ રીતે એક જ
કાળે પરમાર્થે ત્રેવડી (ત્રણ અંશવાળી) અવસ્થાને ધરતી વસ્તુ સત્ જાણવી. તેથી જ
સત્તા’ પણ ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક (ત્રિલક્ષણા) જાણવી, કારણ કે ભાવ અને
ભાવવાનનું કથંચિત્ એક સ્વરૂપ હોય છે. વળી તે (સત્તા) ‘એક’ છે, કારણ કે તે
૧. સત્ત્વ=સત્પણું; હયાતપણું; વિદ્યમાનપણું; હયાતનો ભાવ; ‘છે’ એવો ભાવ.
૨. વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો ‘જે પૂર્વે જોવામાં (-જાણવામાં) આવી હતી તે જ આ વસ્તુ છે
એવું જ્ઞાન ન થઈ શકે.
૩. સત્તા ભાવ છે અને વસ્તુ ભાવવાન છે.