च जीवकर्मणोर्व्यवहारनयादेशादेकत्वेऽपि परस्परस्वरूपोपादानमिति ।।७।।
અન્વયાર્થઃ — [अन्योऽन्यं प्रविशन्ति] તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, [अन्योऽन्यस्य] અન્યોન્ય [अवकाशम् ददन्ति] અવકાશ આપે છે, [मिलन्ति] પરસ્પર (ક્ષીરનીરવત્) મળી જાય છે, [अपि च] તોપણ [नित्यं] સદા [स्वकं स्वभावं] પોતપોતાના સ્વભાવને [न विजहन्ति] છોડતાં નથી.
ટીકાઃ — અહીં છ દ્રવ્યોને પરસ્પર અત્યંત *સંકર હોવા છતાં તેઓ પ્રતિનિયત (-પોતપોતાના નિશ્ચિત) સ્વરૂપથી ચ્યુત થતાં નથી એમ કહ્યું છે.
તેથી જ (-પોતપોતાના સ્વભાવથી ચ્યુત નહિ થતાં હોવાથી જ), પરિણામવાળાં હોવા છતાં પણ, તેઓ નિત્ય છે એમ પૂર્વે (છઠ્ઠી ગાથામાં) કહ્યું હતું; અને તેથી જ તેઓ એકપણું પામતાં નથી, અને જોકે જીવ તથા કર્મને વ્યવહારનયના કથનથી એકપણું (કહેવામાં આવે) છે તોપણ તેઓ (જીવ તથા કર્મ) એકબીજાના સ્વરૂપને ગ્રહતાં નથી. ૭.