કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૭
દ્રવ્યો ખરેખર સહભાવી ગુણોને તથા ક્રમભાવી પર્યાયોને ૧અનન્યપણે આધારભૂત
છે. તેથી વર્તી ચૂકેલા, વર્તતા અને ભવિષ્યમાં વર્તનારા ભાવોના — પર્યાયોના સ્વરૂપે
પરિણમતા હોવાને લીધે (પાંચ) અસ્તિકાયો અને ૨પરિવર્તનલિંગ કાળ (તે છયે) દ્રવ્યો
છે. ભૂત, વર્તમાન ને ભાવી ભાવોસ્વરૂપે પરિણમતા હોવાથી તેઓ કાંઈ અનિત્ય નથી,
કારણ કે ભૂત, વર્તમાન ને ભાવી ભાવરૂપ અવસ્થાઓમાં પણ પ્રતિનિયત (-પોતપોતાના
નિશ્ચિત) સ્વરૂપને નહિ છોડતા હોવાથી તેઓ નિત્ય જ છે.
અહીં કાળ પુદ્ગલાદિના પરિવર્તનનો હેતુ હોવાથી તેમ જ પુદ્ગલાદિના પરિવર્તન
દ્વારા તેના પર્યાયો ગમ્ય થતા (જણાતા) હોવાથી, તેનો અસ્તિકાયોમાં સમાવેશ કરવા
અર્થે, તેને ‘૩પરિવર્તનલિંગ’ કહ્યો છે. [પુદ્ગલાદિ અસ્તિકાયોનું વર્ણન કરતાં તેમનું
પરિવર્તન (પરિણમન) વર્ણવવું જોઈએ અને તેમનું પરિવર્તન વર્ણવતાં તે પરિવર્તનમાં
નિમિત્તભૂત પદાર્થને (કાળને) અથવા તે પરિવર્તન દ્વારા જેના પર્યાયો વ્યક્ત થાય છે
તે પદાર્થને (કાળને) વર્ણવવો અસ્થાને ન ગણાય. આ રીતે પંચાસ્તિકાયના વર્ણનની અંદર
કાળના વર્ણનનો સમાવેશ કરવો અનુચિત નથી એમ દર્શાવવા અર્થે આ ગાથાસૂત્રમાં કાળ
માટે ‘પરિવર્તનલિંગ’ શબ્દ વાપર્યો છે.] ૬.
द्रव्याणि हि सहक्रमभुवां गुणपर्यायाणामनन्यतयाधारभूतानि भवन्ति । ततो
वृत्तवर्तमानवर्तिष्यमाणानां भावानां पर्यायाणां स्वरूपेण परिणतत्वादस्तिकायानां परिवर्तन-
लिङ्गस्य कालस्य चास्ति द्रव्यत्वम् । न च तेषां भूतभवद्भविष्यद्भावात्मना परिणममाना-
नामनित्यत्वम्, यतस्ते भूतभवद्भविष्यद्भावावस्थास्वपि प्रतिनियतस्वरूपापरित्यागान्नित्या एव ।
अत्र कालः पुद्गलादिपरिवर्तनहेतुत्वात्पुद्गलादिपरिवर्तनगम्यमानपर्यायत्वाच्चास्तिकायेष्वन्तर्भावार्थं
स परिवर्तनलिङ्ग इत्युक्त इति ।।६।।
૧. અનન્યપણે=અભિન્નપણે. [જેમ અગ્નિ આધાર છે અને ઉષ્ણતા આધેય છે છતાં તેઓ અભિન્ન
છે, તેમ દ્રવ્ય આધાર છે અને ગુણપર્યાયો આધેય છે છતાં તેઓ અભિન્ન છે.]
૨. પરિવર્તનલિંગ=પુદ્ગલાદિનું પરિવર્તન જેનું લિંગ છે તે; પુદ્ગલાદિના પરિણમન દ્વારા જે જણાય
છે તે. (લિંગ=ચિહ્ન; સૂચક; ગમક; ગમ્ય કરાવનાર; જણાવનાર; ઓળખાવનાર.)
૩. (૧) જો પુદ્ગલાદિનું પરિવર્તન થાય છે તો તેનું કોઈ નિમિત્ત હોવું જોઈએ — એમ પરિવર્તનરૂપી ચિહ્ન
દ્વારા કાળનું અનુમાન થાય છે (જેમ ધુમાડારૂપી ચિહ્ન દ્વારા અગ્નિનું અનુમાન થાય છે તેમ), તેથી
કાળ ‘પરિવર્તનલિંગ’ છે. (૨) વળી પુદ્ગલાદિના પરિવર્તન દ્વારા કાળના પર્યાયો ( – ‘થોડો વખત’,
‘ઘણો વખત’ એવી કાળની અવસ્થાઓ) ગમ્ય થાય છે તેથી પણ કાળ ‘પરિવર્તનલિંગ’ છે.
પં. ૩