૧૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परिणमनाल्लोकपूरणावस्थाव्यवस्थितव्यक्तेस्सदा सन्निहितशक्तेस्तदनुमीयत एव । पुद्गला-
नामप्यूर्ध्वाधोमध्यलोकविभागरूपपरिणतमहास्कन्धत्वप्राप्तिव्यक्तिशक्ति योगित्वात्तथाविधा सावयव-
त्वसिद्धिरस्त्येवेति ।।५।।
ते चेव अत्थिकाया तेक्कालियभावपरिणदा णिच्चा ।
गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुत्ता ।।६।।
ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः ।
गच्छन्ति द्रव्यभावं परिवर्तनलिङ्गसंयुक्ताः ।।६।।
अत्र पञ्चास्तिकायानां कालस्य च द्रव्यत्वमुक्त म् ।
વિભાગરૂપે પરિણત +લોકપૂરણ અવસ્થારૂપ વ્યક્તિની શક્તિનો સદા સદ્ભાવ હોવાથી
જીવોને પણ કાયત્વ નામનું સાવયવપણું છે એમ અનુમાન કરી જ શકાય છે. પુદ્ગલો
પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત મહાસ્કંધપણાની
પ્રાપ્તિની વ્યક્તિવાળાં અથવા શક્તિવાળાં હોવાથી તેમને પણ તેવી (કાયત્વ નામની)
સાવયવપણાની સિદ્ધિ છે જ. ૫.
તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે;
એ પાંચ તેમ જ કાળ વર્તનલિંગ સર્વે દ્રવ્ય છે. ૬.
અન્વયાર્થઃ — [त्रैकालिकभावपरिणताः] જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે
તેમ જ [नित्याः] નિત્ય છે [ते च एव अस्तिकायाः] એવા તે જ અસ્તિકાયો,
[परिवर्तनलिङ्गसंयुक्ताः] પરિવર્તનલિંગ (કાળ) સહિત, [द्रव्यभावं गच्छन्ति] દ્રવ્યપણાને
પામે છે (અર્થાત્ તે છયે દ્રવ્યો છે).
ટીકાઃ — અહીં પાંચ અસ્તિકાયોને તથા કાળને દ્રવ્યપણું કહ્યું છે.
પણ વિભાગ કરી શકાય છે અને તેથી તે સાવયવ અર્થાત્ કાયત્વવાળું છે એમ સિદ્ધ થાય છે.
એ જ રીતે ધર્મ અને અધર્મ પણ સાવયવ અર્થાત્ કાયત્વવાળાં છે.
+
લોકપૂરણ=લોકવ્યાપી. [કેવળસમુદ્ઘાત વખતે જીવને ત્રિલોકવ્યાપી અવસ્થા થાય છે. તે વખતે ‘આ
ઊર્ધ્વલોકનો જીવભાગ છે, આ અધોલોકનો જીવભાગ છે અને આ મધ્યલોકનો જીવભાગ છે’
એમ વિભાગ કરી શકાય છે. આવી ત્રિલોકવ્યાપી અવસ્થાની શક્તિ તો જીવોમાં સદાય છે તેથી
જીવો સદા સાવયવ અર્થાત્ કાયત્વવાળા છે એમ સિદ્ધ થાય છે.]