કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૧૫
मूर्तत्वादविभाज्यानां सावयवत्वकल्पनमन्याय्यम् । दृश्यत एवाविभाज्येऽपि विहायसीदं
घटाकाशमिदमघटाकाशमिति विभागकल्पनम् । यदि तत्र विभागो न कल्पेत तदा
यदेव घटाकाशं तदेवाघटाकाशं स्यात् । न च तदिष्टम् । ततः कालाणुभ्योऽन्यत्र
सर्वेषां कायत्वाख्यं सावयवत्वमवसेयम् । त्रैलोक्यरूपेण निष्पन्नत्वमपि तेषामस्ति-
कायत्वसाधनपरमुपन्यस्तम् । तथाच — त्रयाणामूर्ध्वाऽधोमध्यलोकानामुत्पादव्ययध्रौव्यवन्त-
स्तद्विशेषात्मका भावा भवन्तस्तेषां मूलपदार्थानां गुणपर्याययोगपूर्वकमस्तित्वं
साधयन्ति । अनुमीयते च धर्माधर्माकाशानां प्रत्येकमूर्ध्वाऽधोमध्यलोकविभागरूपेण
परिणमनात्कायत्वाख्यं सावयवत्वम् । जीवानामपि प्रत्येकमूर्ध्वाधोमध्यलोकविभागरूपेण
એવી આશંકા કરવી યોગ્ય નથી કે પુદ્ગલ સિવાયના પદાર્થો અમૂર્તપણાને લીધે
૧અવિભાજ્ય હોવાથી તેમના સાવયવપણાની કલ્પના ન્યાયવિરુદ્ધ (ગેરવાજબી) છે. આકાશ
અવિભાજ્ય હોવા છતાં તેમાં ‘આ ઘટાકાશ છે, આ અઘટાકાશ (અથવા પટાકાશ) છે’
એવી વિભાગકલ્પના જોવામાં આવે છે જ. જો ત્યાં (કથંચિત્) વિભાગ ન કલ્પવામાં
આવે તો જે ઘટાકાશ છે તે જ (સર્વથા) અઘટાકાશ થાય; અને તે તો ઇષ્ટ (માન્ય) નથી.
માટે કાળાણુઓ સિવાય બીજા બધાને વિષે કાયત્વ નામનું સાવયવપણું નક્કી કરવું.
તેમનું જે ત્રણ લોકરૂપે નિષ્પન્નપણું (-રચાવું) કહ્યું તે પણ તેમનું અસ્તિકાયપણું
(-અસ્તિપણું તથા કાયપણું) સિદ્ધ કરવાના સાધન તરીકે કહ્યું છે. તે આ પ્રમાણેઃ —
(૧) ઊર્ધ્વ-અધો-મધ્ય ત્રણ લોકના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળા ભાવો — કે જેઓ ત્રણ
લોકના વિશેષસ્વરૂપ છે તેઓ — ભવતા થકા (પરિણમતા થકા) તેમના મૂળ પદાર્થોનું
ગુણપર્યાયયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. (ત્રણ લોકના ભાવો સદાય કથંચિત્ સદ્રશ રહે
છે અને કથંચિત્ પલટાયા કરે છે તે એમ સિદ્ધ કરે છે કે ત્રણ લોકના મૂળ પદાર્થો
કથંચિત્ સદ્રશ રહે છે અને કથંચિત્ પલટાયા કરે છે અર્થાત્ તે મૂળ પદાર્થોને ઉત્પાદ-
વ્યય-ધ્રૌવ્યવાળું અથવા ગુણપર્યાયવાળું અસ્તિત્વ છે.)
(૨) વળી ધર્મ, અધર્મ અને આકાશ — એ પ્રત્યેક પદાર્થ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા
લોકના (ત્રણ) ૨વિભાગરૂપે પરિણત હોવાથી તેમને કાયત્વ નામનું સાવયવપણું છે એમ
અનુમાન કરી શકાય છે. દરેક જીવને પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ)
૧. અવિભાજ્ય=જેના વિભાગ ન કરી શકાય એવા.
૨. જો લોકના ઊર્ધ્વ, અધઃ અને મધ્ય એવા ત્રણ ભાગ છે તો પછી ‘આ ઊર્ધ્વલોકનો આકાશભાગ
છે, આ અધોલોકનો આકાશભાગ છે અને આ મધ્યલોકનો આકાશભાગ છે’ એમ આકાશના