Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 256
PDF/HTML Page 54 of 296

 

background image
૧૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एकेन पर्यायेण प्रलीयमानस्यान्येनोपजायमानस्यान्वयिना गुणेन ध्रौव्यं बिभ्राणस्यै-
कस्याऽपि वस्तुनः समुच्छेदोत्पादध्रौव्यलक्षणमस्तित्वमुपपद्यत एव
गुणपर्यायैः सह सर्वथान्यत्वे
त्वन्यो विनश्यत्यन्यः प्रादुर्भवत्यन्यो ध्रुवत्वमालम्बत इति सर्वं विप्लवते ततः
साध्वस्तित्वसंभवप्रकारकथनम् कायत्वसंभवप्रकारस्त्वयमुपदिश्यते अवयविनो हि जीव-
पुद्गलधर्माधर्माकाशपदार्थास्तेषामवयवा अपि प्रदेशाख्याः परस्परव्यतिरेकित्वात्पर्यायाः
उच्यन्ते
तेषां तैः सहानन्यत्वे कायत्वसिद्धिरुपपत्तिमती निरवयवस्यापि परमाणोः
सावयवत्वशक्तिसद्भावात् कायत्वसिद्धिरनपवादा न चैतदाशङ्कयम् पुद्गलादन्येषाम-
ગુણો છે. તેથી એક પર્યાયથી પ્રલય પામતી, અન્ય પર્યાયથી ઊપજતી અને અન્વયી
ગુણથી ધ્રુવ રહેતી એક જ વસ્તુને
વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યલક્ષણ અસ્તિત્વ ઘટે છે જ. અને
જો ગુણો ને પર્યાયો સાથે (વસ્તુને) સર્વથા અન્યત્વ હોય તો તો અન્ય કોઈ વિનાશ
પામે, અન્ય કોઈ પ્રાદુર્ભાવ (ઉત્પાદ) પામે અને વળી અન્ય કોઈ ધ્રુવ રહે
એ રીતે
બધું વિપ્લવ પામે. તેથી (પાંચ અસ્તિકાયોને) અસ્તિત્વ કયા પ્રકારે છે તે સંબંધી આ
(ઉપર્યુક્ત) કથન સાચુંયોગ્યન્યાયયુક્ત છે.
હવે (તેમને) કાયત્વ કયા પ્રકારે છે તે ઉપદેશવામાં આવે છેજીવ, પુદ્ગલ,
ધર્મ, અધર્મ, અને આકાશ એ પદાર્થો અવયવી છે. પ્રદેશો નામના તેમના જે અવયવો
છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી પર્યાયો કહેવાય છે. તેમની સાથે તે (પાંચ)
પદાર્થોને અનન્યપણું હોવાથી કાયત્વસિદ્ધિ ઘટે છે. પરમાણુ (વ્યક્તિ-અપેક્ષાએ) નિરવયવ
હોવા છતાં તેને સાવયવપણાની શક્તિનો સદ્ભાવ હોવાથી કાયત્વસિદ્ધિ નિરપવાદ છે. ત્યાં
સદાય સદ્રશતા રહેતી હોવાથી તેમનામાં સદાય અન્વય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વયી વિશેષો
(અન્વયવાળા ભેદો) છે.]
૧. અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્ય છે.
૨. વિપ્લવ
=અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ.
૩. અવયવી=અવયવવાળા; સાવયવ; અંશવાળા; અંશી; જેમને અવયવો (અર્થાત્ એકથી વધારે
પ્રદેશો) હોય એવા.
૪. પર્યાયનું લક્ષણ પરસ્પર વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ વ્યાપે છે, કારણ કે એક પ્રદેશ
બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય
છે.
૫. નિરવયવ=અવયવ વગરનો; અંશ વગરનો; નિરંશ; એકથી વધારે પ્રદેશ વિનાનો.
૬. નિરપવાદ=અપવાદ રહિત. [પાંચ અસ્તિકાયોને કાયપણું હોવામાં એક પણ અપવાદ નથી, કારણ
કે (ઉપચારથી) પરમાણુને પણ શક્તિ-અપેક્ષાએ અવયવોપ્રદેશો છે.]