अस्ति ह्यस्तिकायानां गुणैः पर्यायैश्च विविधैः सह स्वभावो आत्मभावोऽ नन्यत्वम् । वस्तुनो विशेषा हि व्यतिरेकिणः पर्याया गुणास्तु त एवान्वयिनः । तत
કાળાણુને અસ્તિત્વ છે પરંતુ કોઈ પ્રકારે પણ કાયત્વ નથી, તેથી તે દ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. ૪.
અન્વયાર્થઃ — [येषाम्] જેમને [विविधैः] વિવિધ [गुणैः] ગુણો અને [पर्ययैः] *પર્યાયો (-પ્રવાહક્રમના તેમ જ વિસ્તારક્રમના અંશો) [सह] સાથે [ स्वभावः ] પોતાપણું [अस्ति] છે [ते] તે [अस्तिकायाः भवन्ति] અસ્તિકાયો છે [यैः] કે જેમનાથી [त्रैलोक्यम्] ત્રણ લોક [निष्पन्नम्] નિષ્પન્ન છે.
ટીકાઃ — અહીં, પાંચ અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે અને કાયત્વ કયા પ્રકારે છે તે કહ્યું છે.
ખરેખર અસ્તિકાયોને વિવિધ ગુણો અને પર્યાયો સાથે સ્વપણું — પોતાપણું — અનન્યપણું છે. વસ્તુના ૧વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે અને ૨અન્વયી વિશેષો તે *પર્યાયો =(પ્રવાહક્રમના તેમ જ વિસ્તારક્રમના ) નિર્વિભાગ અંશો. [ પ્રવાહક્રમના અંશો તો દરેક
દ્રવ્યને હોય છે, પરંતુ વિસ્તારક્રમના અંશો અસ્તિકાયને જ હોય છે.] ૧. વ્યતિરેક=ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી’ એવા જ્ઞાનના નિમિત્તભૂત
૨. અન્વય=એકરૂપતા; સદ્રશતા; ‘આ તે જ છે’ એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. [ગુણોમાં