જોકે તેઓ અસ્તિત્વમાં નિયત છે તોપણ, તેમને અકાયત્વ છે એમ આનાથી જ (-આ
કથનથી જ) સિદ્ધ થયું. માટે જ, જોકે તેઓ સત્ (વિદ્યમાન) છે તોપણ, તેમને
ભાવાર્થઃ — પાંચ અસ્તિકાયોનાં નામ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ છે. આ નામો તેમના અર્થ પ્રમાણે છે.
આ પાંચે દ્રવ્યો પર્યાયાર્થિક નયે પોતાથી કથંચિત્ ભિન્ન એવા અસ્તિત્વમાં રહેલાં છે અને દ્રવ્યાર્થિક નયે અસ્તિત્વથી અનન્ય છે.
વળી આ પાંચે દ્રવ્યો કાયત્વવાળાં છે કારણ કે તેઓ અણુમહાન છે. તેઓ અણુમહાન કઈ રીતે છે તે બતાવવામાં આવે છેઃ — ‘अणुमहान्तः’ની વ્યુત્પત્તિ ત્રણ પ્રકારે છેઃ(૧) अणुभिः महान्तः अणुमहान्तः અર્થાત્ જેઓ બહુ પ્રદેશો વડે (-બેથી વધારે પ્રદેશો વડે) મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જીવો, ધર્મ અને અધર્મ અસંખ્યપ્રદેશી હોવાથી અણુમહાન છે; આકાશ અનંતપ્રદેશી હોવાથી અણુમહાન છે; અને ત્રિ-અણુક સ્કંધથી માંડીને અનંતાણુક સ્કંધ સુધીના બધા સ્કંધો બહુપ્રદેશી હોવાથી અણુમહાન છે. (૨) अणुभ्याम् महान्तः अणुमहान्तः અર્થાત્ જેઓ બે પ્રદેશો વડે મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે દ્વિ-અણુક સ્કંધો અણુમહાન છે. (૩) अणवश्च महान्तश्च अणुमहान्तः અર્થાત્ જેઓ અણુરૂપ (-એકપ્રદેશી) પણ હોય અને મહાન (-અનેકપ્રદેશી) પણ હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે પરમાણુઓ અણુમહાન છે, કારણ કે વ્યક્તિ-અપેક્ષાએ તેઓ એકપ્રદેશી છે અને શક્તિ-અપેક્ષાએ અનેકપ્રદેશી પણ (ઉપચારથી) છે. આ રીતે ઉપર્યુક્ત પાંચે દ્રવ્યો અણુમહાન હોવાથી કાયત્વવાળાં છે એમ સિદ્ધ થયું.