Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 296

 

background image
श्री सद्गुरुदेवाय नमः
પ્રકાશકીય નિવેદન
[ પ્રથમ આવૃત્તિ પ્રસંગે ]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત ‘રત્નચતુષ્ટયમાંથી શ્રી સમયસાર, પ્રવચનસાર અને
નિયમસારના પ્રકાશન પછી હવે આ ચોથું રત્ન શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ
કરીને આ સંસ્થા હર્ષપૂર્વક મુમુક્ષુઓના હાથમાં મૂકે છે. ગુજરાતી ભાષાના આધ્યાત્મિક સાહિત્યમાં
આ ‘
રત્નચતુષ્ટયનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની સંસ્કૃત ટીકાના અક્ષરશઃ ગુજરાતી અનુવાદ સાથે આ શાસ્ત્ર
ગુજરાતી ભાષામાં પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે. મૂળ સૂત્રકાર તથા ટીકાકાર આચાર્યભગવંતોનો
પરિચય, તેમ જ શાસ્ત્રના વિષયોનો પરિચય ઉપોદ્ઘાતમાં કરાવવામાં આવ્યો છે, તેથી અહીં તે
સંબંધી ઉલ્લેખ નથી કરતા.
પૂજ્ય ગુરુદેવે આ પરમાગમશાસ્ત્ર ઉપર અનેક વાર પ્રવચનો કરીને તેનાં ઊંડાં રહસ્યો
ખોલ્યાં છે. આ રીતે અનેક પરમાગમોનો આધ્યાત્મિક મર્મ સમજાવીને તેઓશ્રી ભારતના
અનેક મુમુક્ષુ જીવો ઉપર જે પરમ ઉપકાર કરી રહ્યા છે, તે ઉપકાર વાણીથી વ્યક્ત થઈ શકે
તેમ નથી. જ્ઞાનપ્રભાવક ગુરુદેવના પ્રતાપે જ જૈનસાહિત્યનાં આવાં આવાં રત્નો આજે મુમુક્ષુઓને
પ્રાપ્ત થયાં છે.
શ્રી સમયસાર વગેરે પરમાગમોની જેમ આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમનો ગુજરાતી
અનુવાદ પણ પૂજ્ય ગુરુદેવની પ્રેરણા ઝીલીને વિદ્વાન ભાઈ શ્રી હિંમતલાલ જે. શાહે કર્યો છે.
આ પવિત્ર શાસ્ત્રોના ગુજરાતી અનુવાદનું મહાકાર્ય કરનાર ભાઈ શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ
અધ્યાત્મરસિક વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજ્જ્ન છે, તથા
તેમનામાં અધ્યાત્મરસઝરતું મધુર કવિત્વ પણ છે. પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન ના તેઓ
બંધુ છે. તેઓ ઘણાં વર્ષોથી પૂજ્ય ગુરુદેવના પરિચયમાં આવ્યા છે, ને પૂજ્ય ગુરુદેવનાં
અધ્યાત્મપ્રવચનોના ઊંડા મનન વડે તેમણે પોતાની આત્માર્થિતાને ઘણું પોષણ આપ્યું છે. તત્ત્વાર્થનાં
મૂળ રહસ્યો ઉપરનું તેમનું મનન ઘણું ગહન છે. શાસ્ત્રકાર અને ટીકાકાર મુનિભગવંતોના હૃદયના
ઊંડા ભાવોની ગંભીરતાને બરાબર જાળવીને તેમણે આ અક્ષરશઃ અનુવાદ કર્યો છે; તે ઉપરાંત
મૂળ સૂત્રોનો ભાવભર્યો મધુર પદ્યાનુવાદ પણ (હરિગીત છંદમાં) તેમણે કર્યો છે, જે આ
અનુવાદની મધુરતામાં ખૂબ જ વધારો કરે છે અને સ્વાધ્યાયપ્રેમીઓને ખૂબ જ ઉપયોગી થાય
છે. આ ઉપરાંત જ્યાં જરૂર લાગી ત્યાં ભાવાર્થ દ્વારા કે ફૂટનોટ દ્વારા પણ તેમણે સ્પષ્ટતા કરી