કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૭
स्वभावेनाविनष्टमनुत्पन्नं वा वेद्यते । पर्यायास्तु तस्य पूर्वपूर्वपरिणामोपमर्दोत्तरोत्तरपरिणामो-
त्पादरूपाः प्रणाशसम्भवधर्माणोऽभिधीयन्ते । ते च वस्तुत्वेन द्रव्यादपृथग्भूता एवोक्ताः । ततः
पर्यायैः सहैकवस्तुत्वाज्जायमानं म्रियमाणमपि जीवद्रव्यं सर्वदानुत्पन्नाविनष्टं द्रष्टव्यम् । देव-
मनुष्यादिपर्यायास्तु क्रमवर्तित्वादुपस्थितातिवाहितस्वसमया उत्पद्यन्ते विनश्यन्ति चेति ।।१८।।
एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो ।
तावदिओ जीवाणं देवो मणुसो त्ति गदिणामो ।।१९।।
एवं सतो विनाशोऽसतो जीवस्य नास्त्युत्पादः ।
तावज्जीवानां देवो मनुष्य इति गतिनाम ।।१९।।
अत्र सदसतोरविनाशानुत्पादौ स्थितिपक्षत्वेनोपन्यस्तौ ।
છે, તે જ (દ્રવ્ય) તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો જે પ્રતિનિયત-એક-વસ્તુત્વના
કારણભૂત સ્વભાવ તેના વડે ( – તે સ્વભાવની અપેક્ષાએ) અવિનષ્ટ અને અનુત્પન્ન
જણાય છે; તેના પર્યાયો પૂર્વ પૂર્વ પરિણામના નાશરૂપ અને ઉત્તર ઉત્તર પરિણામના
ઉત્પાદરૂપ હોવાથી વિનાશ – ઉત્પાદધર્મવાળા ( – વિનાશ ને ઉત્પાદરૂપ ધર્મવાળા) કહેવામાં
આવે છે, અને તેઓ (પર્યાયો) વસ્તુપણે દ્રવ્યથી અપૃથગ્ભૂત જ કહેવામાં આવ્યા છે.
તેથી, પર્યાયો સાથે એકવસ્તુપણાને લીધે જન્મતું અને મરતું હોવા છતાં જીવદ્રવ્ય સર્વદા
અનુત્પન્ન અને અવિનષ્ટ જ દેખવું ( – શ્રદ્ધવું); દેવ-મનુષ્યાદિ પર્યાયો ઊપજે છે અને
વિનાશ પામે છે કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે
અને વીતી જાય છે. ૧૮.
એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ હોય ન જીવને;
સુરનરપ્રમુખ ગતિનામનો હદયુક્ત કાળ જ હોય છે. ૧૯.
અન્વયાર્થઃ — [एवं] એ રીતે [जीवस्य] જીવને [ सतः विनाशः ] સત્નો વિનાશ
અને [असतः उत्पादः] અસત્નો ઉત્પાદ [न अस्ति] નથી; (‘દેવ જન્મે છે ને મનુષ્ય
મરે છે’ એમ કહેવાય છે તેનું એ કારણ છે કે) [जीवानाम्] જીવોને [देवः मनुष्यः]
દેવ, મનુષ્ય
[इति गतिनाम] એવું ગતિનામકર્મ [तावत्] તેટલા જ કાળનું હોય છે.
ટીકાઃ — અહીં સત્નો અવિનાશ અને અસત્નો અનુત્પાદ ધ્રુવતાના પક્ષથી કહ્યો