૩૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
नारकतिर्यक्त्वलक्षणेन वान्येन पर्यायेणोत्पद्यते । न च मनुष्यत्वेन नाशे जीवत्वेनापि
नश्यति, देवत्वादिनोत्पादे जीवत्वेनाप्युत्पद्यते; किन्तु सदुच्छेदमसदुत्पादमन्तरेणैव तथा
विवर्तत इति ।।१७।।
सो चेव जादि मरणं जादि ण णट्ठो ण चेव उप्पण्णो ।
उप्पण्णो य विणट्ठो देवो मणुसो त्ति पज्जाओ ।।१८।।
स च एव याति मरणं याति न नष्टो न चैवोत्पन्नः ।
उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः ।।१८।।
अत्र कथंचिद्वययोत्पादवत्त्वेऽपि द्रव्यस्य सदाविनष्टानुत्पन्नत्वं ख्यापितम् ।
यदेव पूर्वोत्तरपर्यायविवेकसंपर्कापादितामुभयीमवस्थामात्मसात्कुर्वाणमुच्छिद्यमानमुत्पद्य-
मानं च द्रव्यमालक्ष्यते, तदेव तथाविधोभयावस्थाव्यापिना प्रतिनियतैकवस्तुत्वनिबन्धनभूतेन
દેવત્વસ્વરૂપ, નારકત્વસ્વરૂપ કે તિર્યંચત્વસ્વરૂપ અન્ય પર્યાયથી ઊપજે છે. ત્યાં એમ નથી
કે મનુષ્યપણાથી નાશ થતાં જીવપણાથી પણ નષ્ટ થાય છે અને દેવપણા વગેરેથી ઉત્પાદ
થતાં જીવપણાથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સત્ના ઉચ્છેદ અને અસત્ના ઉત્પાદ
વિના જ તે પ્રમાણે વિવર્તન ( – પરિવર્તન, પરિણમન) કરે છે. ૧૭.
જન્મે મરે છે તે જ, તોપણ નાશ-ઉદ્ભવ નવ લહે;
સુર-માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮.
અન્વયાર્થઃ — [सः च एव] તે જ [याति] જન્મે છે અને [मरणं याति] મરણ
પામે છે છતાં [न एव उत्पन्नः] તે ઉત્પન્ન થતો નથી [च] અને [न नष्टः] નષ્ટ થતો
નથી; [देवः मनुष्यः] દેવ, મનુષ્ય [इति पर्यायः] એવો પર્યાય [उत्पन्नः] ઉત્પન્ન થાય
છે [च] અને [विनष्टः] વિનષ્ટ થાય છે.
ટીકાઃ — અહીં, દ્રવ્ય કથંચિત્ વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેનું સદા
અવિનષ્ટપણું અને અનુત્પન્નપણું કહ્યું છે.
જે દ્રવ્ય ૧પૂર્વ પર્યાયના વિયોગથી અને ૨ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય
અવસ્થાને આત્મસાત્ (પોતારૂપ) કરતું થકું વિનાશ પામતું અને ઊપજતું જોવામાં આવે
૧. પૂર્વ=પહેલાંના ૨.ઉત્તર=પછીના