सम्बन्धनिर्वृत्तत्वादशुद्धाश्चेति ।।१६।।
धिना मनुष्यत्वलक्षणेन पर्यायेण विनश्यति जीवः, तथाविधेन देवत्वलक्षणेन (અર્થાત્ જીવના *ગુણો શુદ્ધ-અશુદ્ધ ચેતના તથા બે પ્રકારનો ઉપયોગ છે).
જીવના પર્યાયો આ પ્રમાણે છેઃ અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો છે અને સૂત્રમાં ( – આ ગાથામાં) કહેલા, દેવ-નારક-તિર્યંચ-મનુષ્યસ્વરૂપ પર્યાયો પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. ૧૬.
અન્વયાર્થઃ — [मनुष्यत्वेन] મનુષ્યપણાથી [नष्टः] નષ્ટ થયેલો [देही] દેહી (જીવ) [देवः वा इतरः] દેવ અથવા અન્ય [भवति] થાય છે; [उभयत्र] તે બન્નેમાં [जीवभावः] જીવભાવ [न नश्यति] નષ્ટ થતો નથી અને [अन्यः] બીજો જીવભાવ [न जायते] ઉત્પન્ન થતો નથી.
ટીકાઃ — ‘ભાવનો નાશ થતો નથી અને અભાવનો ઉત્પાદ થતો નથી’ તેનું આ ઉદાહરણ છે.
પ્રત્યેક સમયે થતી અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા સ્વભાવપર્યાયોની સંતતિનો વિચ્છેદ નહિ કરનારા એક સોપાધિક મનુષ્યત્વસ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે અને તથાવિધ ( – સ્વભાવપર્યાયોના પ્રવાહને નહિ તોડનારા સોપાધિક) *પર્યાયાર્થિક નયે ગુણો પણ પરિણામી છે. (૧૫મી ગાથાની ટીકા જુઓ.)