वक्ष्यमाणोदाहरणप्रसिद्धयर्थमभिधीयन्ते । गुणा हि जीवस्य ज्ञानानुभूतिलक्षणा शुद्धचेतना, कार्यानुभूतिलक्षणा कर्मफलानुभूतिलक्षणा चाशुद्धचेतना, चैतन्यानुविधायिपरिणामलक्षणः सविकल्पनिर्विकल्परूपः शुद्धाशुद्धतया सकलविकलतां दधानो द्वेधोपयोगश्च । पर्याया-
અન્વયાર્થઃ — [जीवाद्याः] જીવાદિ (દ્રવ્યો) તે [भावाः] ‘ભાવો’ છે. [जीवगुणाः] જીવના ગુણો [चेतना च उपयोगः] ચેતના તથા ઉપયોગ છે [च] અને [जीवस्य पर्यायाः] જીવના પર્યાયો [सुरनरनारकतिर्यञ्चः] દેવ-મનુષ્ય-નારક-તિર્યંચરૂપ [बहवः] ઘણા છે.
જીવાદિ છ પદાર્થો તે ‘ભાવો’ છે. તેમના ગુણો અને પર્યાયો પ્રસિદ્ધ છે, તોપણ ૧આગળ (હવેની ગાથામાં) જે ઉદાહરણ કહેવાનું છે તેની પ્રસિદ્ધિ અર્થે જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવે છેઃ —
જીવના ગુણો ૨જ્ઞાનાનુભૂતિસ્વરૂપ શુદ્ધચેતના તથા કાર્યાનુભૂતિસ્વરૂપ ને કર્મ- ફળાનુભૂતિસ્વરૂપ અશુદ્ધચેતના છે અને ૩ચૈતન્યાનુવિધાયી-પરિણામસ્વરૂપ, સવિકલ્પ- નિર્વિકલ્પરૂપ, શુદ્ધતા-અશુદ્ધતાને લીધે સકળતા-વિકળતા ધરતો, બે પ્રકારનો ઉપયોગ છે ૧. હવેની ગાથામાં જીવની વાત ઉદાહરણ તરીકે લેવાની છે; માટે તે ઉદાહરણને પ્રસિદ્ધ (જાણીતું)
કરવા માટે અહીં જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવ્યા છે. ૨. શુદ્ધચેતના જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે અને અશુદ્ધચેતના કર્મની તેમ જ કર્મફળની અનુભૂતિ-
સ્વરૂપ છે. ૩. ચૈતન્ય-અનુવિધાયી પરિણામ અર્થાત્ ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. સવિકલ્પ ઉપયોગને
જ શુદ્ધ હોવાથી સકળ (અખંડ, પરિપૂર્ણ) છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ (ખંડિત,