Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 296

 

background image
नमः भगवत्-श्रीकु न्दकु न्दाचार्यदेवाय।
नमः श्रीसद्गुरुदेवाय।
પ્રકાશકીય નિવેદન
[ આ ચતુર્થ આવૃત્તિ પ્રસંગે ]
આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્ર ઘણા સમયથી અપ્રાપ્ય હોવાથી અનેક મુમુક્ષુઓની તેના પુનર્મુદ્રણ
માટે માગણી ચાલુ હતી, પણ કારણવશાત્ તેનું પુનઃ પ્રકાશન શીઘ્ર થઈ શક્યું નહિ. આજે તેની આ
ચોથી આવૃત્તિનું પ્રકાશન કરતાં આનંદ અનુભવાય છે.
આ શાસ્ત્રના ગુજરાતી ગદ્યપદ્યાનુવાદના રચયિતા ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન શ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહ (બી. એસ સી.)નો ઉપોદ્ઘાત શબ્દશઃ આ આવૃત્તિમાં લીધેલ છે. અનુવાદક
શ્રી હિંમતભાઈ શાહના શુદ્ધાત્માભિમુખ આધ્યાત્મિક વ્યક્તિત્વનો પરિચય પહેલી આવૃત્તિના ‘પ્રકાશકીય
નિવેદન’, ‘ઉપકૃતભાવભીનો અહોભાવ’ અને ‘અભિનંદન-પત્ર’માં વિશદતાથી કરવામાં આવ્યો છે, તેથી
અહીં તે વિષે વિશેષ ઉલ્લેખ કર્યો નથી.
આ આવૃત્તિનું મુદ્રણસંશોધન શ્રી હસમુખલાલ પોપટલાલ વોરા (પ્રમુખ), બ્ર૦ શ્રી ચંદુભાઈ
ઝોબાળિયા, શ્રી પ્રવીણભાઈ સારાભાઈ શાહ તથા શ્રી મનુભાઈ કામદારે કરી આપેલ છે, તથા મુદ્રણકાર્ય
‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને સુંદર રીતે કરી આપેલ છે. તે બદલ તે સૌનો આભાર
માનીએ છીએ.
આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ પરમાગમ વીતરાગ સર્વજ્ઞ મહાશ્રમણ (પ્રવર્તમાન મહાધર્મતીર્થના મૂળ
કર્તા એવા ભગવાન, પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી)ના વદનારવિંદમાંથી નીકળેલ
અર્થમય છે, તેથી તે સફળ છે. ચતુર્ગતિભ્રમણરૂપ પરતંત્રતાની નિવૃત્તિ અને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ
સ્વતંત્રતાની પ્રાપ્તિ તેનું ફળ છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે પ્રવચનની (ભાવ તેમ જ દ્રવ્ય શ્રુતની) ભક્તિથી
પ્રેરિત થઈને માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના (દિવ્યધ્વનિના) સારભૂત આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ પરમાગમ
પ્રણીત કરેલ છે. આમાં જ્ઞાનસમયની પ્રસિદ્ધિ અર્થે શબ્દસમયના સંબંધથી (શુદ્ધ-જીવાસ્તિકાયપ્રમુખ)
અર્થસમય કહેવાનો તેમનો ઇરાદો છે. માટે મુમુક્ષુઓએ નિજ કલ્યાણ માટે આ પરમાગમનો ઊંડાણથી
અભ્યાસ કર્તવ્ય છે.
પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ પરમાગમ ઉપર અનેક વાર પ્રવચનો થયેલ,
અને મુમુક્ષુઓને તે સાંભળવા મળેલ. હાલમાં ટેપ-અવતીર્ણ પ્રવચનો સાંભળવા મળે છે, તેથી આપણે
સૌ તેમના અત્યંત ૠણી છીએ અને તેથી તેમને ઉપકૃતભાવભીનું હાર્દિક વંદન કરીએ છીએ.
આ પરમાગમ શાસ્ત્રમાં દર્શાવેલા ભાવોને યથાર્થ સમજી, અંતરમાં તદનુરૂપ પરિણમન કરી,
અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અતીન્દ્રિય આનંદને સર્વે જીવો અનુભવો એવી અંતરથી ભાવના ભાવીએ
છીએ.
શ્રાવણ વદ ૨,
પૂજ્ય બહેનશ્રી ચંપાબેન-૯૦મો જન્મોત્સવ
વિ. સં. ૨૦૫૯; ઇ. સ. ૨૦૦૩
સાહિત્યપ્રકાશનસમિતિ,
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ- (સૌરાષ્ટ્ર)