Parmatma Prakash (Gujarati Hindi). Upodghat.

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 579

 

background image
ઉપોદ્ઘાાત
આપણા ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના અંતિમ તીર્થંકર દેવાધિદેવ પરમ વીતરાગ સર્વજ્ઞ
શ્રી મહાવીર સ્વામીએ દિવ્યધ્વનિ દ્વારા સુધામૃત વરસાવી નિજાત્મસુખદાયક મોક્ષમાર્ગનો ઉપદેશ
આપી ભરતક્ષેત્રના ભવ્ય જીવો પર અપાર કરુણા કરી છે. તેઓનો આ કલ્યાણકારી ઉપદેશ
તેઓના નિર્વાણ બાદ પણ તેમના શાસનમાં થયેલા કેવળી અને શ્રુતકેવળી ભગવંતો, ભાવલિંગી
વીતરાગી મહામુનિવરો દ્વારા સતત પ્રવાહિત થતો રહ્યો છે.
તેમના આ ઉપદેશને આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં ભારતવર્ષને પોતાની
નિજાત્મસાધનાથી પાવન કરી રહેલ આચાર્યદેવ શ્રી ધરસેનાચાર્યદેવે શ્રી પુષ્પદંત અને ભૂતબલિ
મુનિરાજોને ઉપદેશ આપી તેના ફળરૂપે ષટ્ખંડાગમરૂપ પ્રથમ શ્રુતસ્કંધ લીપીબદ્ધ થયો હતો. તથા
લગભગ તેજ અરસામાં ભગવાનશ્રી ગુણધર આચાર્ય અને પશ્ચાત્વર્તી આચાર્યોની પંરપરામાં થયેલ
મહાન આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસારાદિ પરમાગમોરૂપે દ્વિતીય શ્રુતસ્કંધનો પ્રવાહ
પ્રવાહિત થયો. આ રીતે બંને શ્રુતસ્કંધો દ્વારા ભરતક્ષેત્રમાં ભગવાન મહાવીરનું શાસન જીવંત વર્તી
રહ્યું છે.
તેમના પછી તેમની જ પરંપરામાં ઈ.સ.ની છટ્ઠી શતાબ્દીમાં થયેલ મહાન આચાર્ય શ્રી
યોગીન્દુદેવે આ અધ્યાત્મશૈલીના ગ્રંથ ‘પરમાત્મપ્રકાશ’ની રચના કરેલ છે. ભગવાનશ્રી યોગીન્દુદેવ
અત્યંત વિરક્ત ચિત્ત ભાવલિંગી દિગમ્બરાચાર્ય હતા. આપના ગ્રંથમાં વૈદિક માન્યતાના શબ્દોનો
ઉપયોગ જોતાં વિદ્વાનોનું એમ માનવું થાય છે કે આપ પહેલાં વૈદિક મતાનુસારી હોવા જોઈએ.
આપનો શિષ્ય પ્રભાકર ભટ્ટ હતો, તેના સંબોધન અર્થે આ પરમાત્મપ્રકાશની રચના થયેલ છે.
આપને ‘જોઇન્દુ’, ‘યોગીન્દુ’, ‘યોગેન્દુ’, ‘જોગીચન્દ્ર’
એવા વિવિધ નામોથી ઓળખવામાં આવે
છે. આપે અપભ્રંશ અને સંસ્કૃતમાં અનેક રચનાઓ રચેલ છે. જેવી કે ૧. સ્વાનુભવદર્પણ,
૨. પરમાત્મપ્રકાશ, ૩. યોગસાર, ૪. દોહાપાહુડ, ૫. નૌકાર શ્રાવકાચાર, ૬. અધ્યાત્મસંદોહ,
૭. સુભાષિતસંગ્રહ, ૮. તત્ત્વાર્થટીકા, ૯. દોહાપાહુડ, ૧૦. અમૃતાશીતિ, ૧૧. નિજાત્માષ્ટક.
વિદ્વાનોમાં આ બધાય ગ્રંથોના રચનાર વિશે વિચારભેદ છે; પણ નિર્ભ્રાંતપણે
પરમાત્મપ્રકાશ અને યોગસાર તો આ જ આચાર્યની રચના છે એમાં બે મત નથી. પરમાત્મપ્રકાશ
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત મોક્ષપાહુડ અને ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીના સમાધિતંત્રના
હાર્દથી અત્યંત પ્રભાવિત જણાય છે. તેથી અધ્યાત્મપ્રિય આત્માર્થી મુમુક્ષુજનોને આ ગ્રંથ અત્યંત
પ્રિય થઈ પડ્યો છે. આચાર્યદેવે સંસારના દુઃખોથી દુઃખી એવા તેમના શિષ્ય ભટ્ટ પ્રભાકરમાં
[૬]