Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 579

 

background image
ધાર્મિક રુચિ જગાડવા માટે તેમના સમયમાં પ્રચલિત એવી લોકભાષા પ્રાકૃત-અપભ્રંશમાં આ
ગ્રંથની રચના કરી છે. જેની વર્ણનશૈલી તથા લેખનશૈલી અત્યંત સરળ છે. તેમાં પારિભાષિક
શબ્દોનો ઉપયોગ અત્યંત અલ્પ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં આચાર્યદેવે પોતાના સ્વાનુભવ
તથા પોતાની વીતરાગ ચારિત્રની ભાવનાને જ વિશેષપણે ઘૂંટી છે. તેથી તેના અધ્યયનથી
ભવ્યજનોને પોતાની આત્માર્થપ્રધાન ભાવનાનું પોષણ સહજ રીતે થાય છે.
ગ્રંથકાર ભગવાન શ્રી યોગીન્દુદેવની જેમ ટીકાકાર આચાર્ય બ્રહ્મદેવજી પણ
અધ્યાત્મરસિક મહાન આચાર્ય હતા. તેઓનું મૂળ નામ ‘દેવ’ અને બાલબ્રહ્મચારી હોવાથી
બ્રહ્મચર્યનો ઘણો રંગ હોવાને લીધે ‘બ્રહ્મ’ એમની ઉપાધિ થઈ જતાં ‘બ્રહ્મદેવ’ નામ પડેલ હતું.
તેઓ ઇ.સ. ૧૦૭૦થી ૧૧૧૦માં અરસામાં થયેલ હોવાનું વિદ્વાનો માને છે. ‘બૃહદ્દ્રવ્યસંગ્રહ’ની
આપની ટીકામાં આપેલ કથાન્યાયાનુસાર, વિદ્વાનોનું માનવું છે કે, નેમિચન્દ્રસિદ્ધાંતિદેવ, સોમનામક
રાજશ્રેષ્ઠિ અને બ્રહ્મદેવજી ત્રણેય સમકાલીન રાજા ભોજના સમયમાં થયા હતા. આપની અને
આચાર્ય જયસેનજીની સમયસારાદિ પ્રાભૃતત્રયની ટીકામાંની ભાષાશૈલી સામ્યતા હોવા છતાં
આચાર્ય જયસેનથી બ્રહ્મદેવજી પછી થયેલ હોવાનું વિદ્વાનોનો મત છે. પરમાત્મપ્રકાશની ટીકા
ઉપરાંત આપે બૃહદ્દ્રવ્યસંગ્રહની ટીકા, તત્ત્વદીપક, પ્રતિષ્ઠાતિલક, કથાકોષ આદિ અનેક ગ્રંથોની
રચના કરેલ છે.
આ ગ્રંથમાં મૂલતઃ બે મહાધિકારોમાં આત્મા (બહિરાત્મા) પરમાત્મા કઈ રીતે થાય છે
તેનું ખૂબ જ વિસ્તારથી સુંદર વર્ણન કરેલ છે કે જેનાં રહસ્યો આપણને આત્મકલ્યાણનું કારણ
થાય. આ શાસ્ત્રના ભાવો પરમ તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવનાં સ્વાનુભવરસગર્ભિત પ્રવચનોથી
જ યથાર્થ સમજી શકાય છે. (જે હાલ
CDથી પણ સાંભળી શકાય છે.)
આ શાસ્ત્રમાં આત્મા (બહિરાત્મા) પરમાત્મા કઈ રીતે થાય છે તેના ઉપાયરૂપે બે
અધિકાર પૈકી પ્રથમ અધિકારમાં ૧૨૩ (ક્ષેપક ગાથાઓ સહિત ૧૨૬) ગાથાઓમાં ભેદવિવક્ષાથી
આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા
એમ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાંથી
પરમાત્માનું સ્વરૂપ સમજાવીને શુદ્ધનિશ્ચયનયે તેવા જ પરમાત્મા શક્તિપણે બધા જ આત્માઓ
છે કે જે દેહદેવળમાં બિરાજમાન છે એમ પ્રતિપાદન કર્યું છે. ત્યાર બાદ દેહદેવળમાં હોવા છતાં
તે શુદ્ધનિશ્ચયનયે દેહ અને કર્મથી ભિન્ન છે. તથા તે શક્તિસ્વરૂપે પરમાત્માપણામય આત્માનું
સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયનાં સ્વરૂપ દ્વારા બતાવતાં, સ્વરૂપકામી જીવોમાં પોતાના આત્માને દેહ-
કર્માદિથી ભિન્ન જાણવા (ભેદજ્ઞાન)અર્થે નિજ આત્મા વિષેની ભાવનાની ઉગ્રતા સહેજે થતાં તેઓ
પુરુષાર્થ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તે દર્શાવ્યું છે અને જે એવું જ ભેદજ્ઞાન કરતો નથી તે
મિથ્યાદ્રષ્ટિ રહે છે. તેથી દરેક સંસારી જીવે કેવું ભેદજ્ઞાન નિરંતર ભાવવું જોઈએ તેનું વિસ્તારથી
વર્ણન કરી ‘પરમાત્મા થવાની ભાવના’ અને ‘સામાન્યરૂપે (સંક્ષિપ્તરૂપે) ઉપાય’ બતાવી આચાર્યદેવે
પ્રથમ મહાધિકાર પૂર્ણ કરેલ છે.
[૭]