Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 579

 

background image
આ પ્રમાણે પ્રથમ અધિકારમાં બહિરાત્માને પરમાત્મા બનવાનો ઉપાય સામાન્યરૂપે
સમજાવી તે જ ઉપાયને દ્વિતીય મહાધિકારની ૧૦૭ (ક્ષેપક સહિત ૧૧૯) ગાથાઓ અને
ચૂલિકારૂપ ૧૦૭ ગાથાઓ મળી કુલ ૨૨૬ ગાથાઓમાં વિસ્તારરુચિ શિષ્યને આ જ વિષય
વિશેષપણે અત્યંત વિસ્તારથી સમજાવેલ છે.
આ દ્વિતીય અધિકારમાં પ્રથમ મોક્ષ અને મોક્ષના ફળની રુચિ થવા અર્થે સર્વપ્રથમ મોક્ષ
અને મોક્ષના ફળનું સ્વરૂપ બતાવેલ છે. ત્યારબાદ સમ્યક્રત્નત્રયસ્વરૂપ એક જ મોક્ષમાર્ગને
નિશ્ચયનય અને વ્યહારનય દ્વારા વિસ્તારથી સમજાવેલ છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારનયથી
કહેવામાં આવતા મોક્ષમાર્ગરૂપે પરિણમતા જીવને પરિણતિમાં અપૂર્વ નિર્મળતાની વૃદ્ધિ થતાં
(
ગુણસ્થાન ક્રમની અપેક્ષાએ સાતિશય અપ્રમત્તદશાને પ્રાપ્ત થઈ શ્રેણી માંડવાયોગ્ય-દશાને
પામવારૂપ) અભેદરત્નત્રયનું સ્વરૂપ બતાવી તેવા જીવોની અંતર પરિણતિમાં સમભાવની ઉગ્રતા
અને સામ્યભાવમય શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પદશાનું વિસ્તારથી વર્ણન કરતાં અંતે સોળવલા સુવર્ણ
સમાન સર્વ જીવો શુદ્ધનયે સમાન છે એમ દર્શાવેલ છે. આમ આ દ્વિતીય અધિકારમાં
સંસારીજીવોને પરમાત્મા થવાનો ઉપાય વિસ્તારથી સમજાવેલ છે.
આ દ્વિતીય અધિકારમાં અંતે વિસ્તારથી શાસ્ત્રમાં નહીં કહેવાયેલા અને કહેવાઈ ગયેલા
ભાવોના વિશેષ વ્યાખ્યાન સ્વરૂપે ૧૦૭ ગાથાઓમાં ચૂલિકા કહેલ છે. આ દ્વારા શુદ્ધોપયોગરૂપ
અભેદરત્નત્રયમયી સાક્ષાત્ મોક્ષના ઉપાયને વિસ્તૃતપણે શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે સમ્યક્-
રત્નત્રયના બળે વિવિધ પ્રકારના મોહનો ત્યાગ થતાં પરમ નિર્વિકલ્પ સમાધિદશામય
અભેદરત્નત્રયનું કે જે ગુણસ્થાનક્રમની પરિભાષામાં શ્રેણીદશા કહેવાય છે તેનું સ્વરૂપ બતાવેલ
છે. શ્રાવકદશામાં આવું ઉત્કૃષ્ટ ધ્યાન થઈ શકતું નથી. તેવું ઉત્કૃષ્ટ ધ્યાન જે સાક્ષાત્ મોક્ષનું કારણ
છે તે બતાવી અંતે તેના ફળરૂપે અર્હંત-સિદ્ધપદની પ્રાપ્તિ બતાવી ત્યારબાદ આ પરમાત્મપ્રકાશ
ગ્રંથના અભ્યાસનું ફળ બતાવીને તેના અભ્યાસની પ્રેરણા આપી તથા અભ્યાસ કરનારની યોગ્યતા
દર્શાવી ગ્રંથની સમાપ્તિ કરી છે; વાચકે પણ આ શાસ્ત્રનો અભ્યાસ કરી તદ્ભાવમય બનવું
જોઈએ. એ જ આ શાસ્ત્રનું તાત્પર્ય છે.
ટીકાકાર મુનિરાજ વ્યાકરણાદિ કરતાં અર્થ પર વિશેષ ભાર મુકે છે. તેઓ સૌથી પહેલાં
શબ્દાર્થ આપે છે. ત્યારબાદ શાસ્ત્રકારના કથનની નયવિવક્ષાને ખોલીને નયાર્થ સમજાવે છે.
શાસ્ત્રકારના કથનમાં અન્યમત જેવી વાચકની કઈ વિપરીત કલ્પનાઓનું ખંડન થાય છે તે દર્શાવી
મતાર્થ દર્શાવેલ છે તથા શાસ્ત્રકારના કથનને પોષક અન્ય આગમોનો સંદર્ભ આપી આગમાર્થ
બતાવી અંતમાં ગાથાનું તથા જે તે અધિકારનું તાત્પર્ય દર્શાવી ભાવાર્થ બતાવે છે. આમ આ ટીકા
સર્વાંગ સુંદર છે તથા શાસ્ત્રકારના ભાવોને સમજવામાં અત્યંત ઉપયોગી છે. મોક્ષમાર્ગના સાધકને
સરાગચારિત્રથી વીતરાગચારિત્ર અને વીતરાગચારિત્રથી તેના ફળસ્વરૂપ મોક્ષ-અનંતસુખની
પ્રાપ્તિનો માર્ગ ટીકાકાર ખૂબ જ સરળ તેમ જ ગંભીર શૈલીથી સ્પષ્ટ કરે છે.
[૮]