૨૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।। ५६।।
‘[परं अहम् कुर्वे] પરદ્રવ્યને હું કરું છું’ [इति महाहङ्काररूपं तमः] એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [ननु उच्चकैः दुर्वारं] કે જે અત્યંત દુર્નિવાર છે તે- [आसंसारतः एव धावति] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [अहो] અહો! [भूतार्थपरिग्रहेण] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદ્રનયનું ગ્રહણ કરવાથી [यदि] જો [तत् एकवारं विलयं व्रजेत्] તે એક વાર પણ નાશ પામે [तत्] તો [ज्ञानधनस्य आत्मनः] જ્ઞાનઘન આત્માને [भूयः] ફરી [बन्धनम् किं भवेत्] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.)
ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. પપ.
ફરીને વિશેષતાથી કહે છેઃ-
શ્લોકાર્થઃ– [आत्मा] આત્મા તો [सदा] સદા [आत्मभावान्] પોતાના ભાવોને [करोति] કરે છે અને [परः] પરદ્રવ્ય [परभावान्] પરના ભાવોને કરે છે; [हि] કારણ કે [आत्मनः भावाः] પોતાના ભાવો છે તે તો [आत्मा एव] પોતે જ છે અને [परस्य ते] પરના ભાવો છે તે [परः एव] પર જ છે (એ નિયમ છે.). પ૬.
હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદ્રષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છેઃ-
‘નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.’
આત્મા રાગ પણ કરે અને બોલવાની ભાષાની ક્રિયા પણ કરે એમ જે માને તે