૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
અનેક દ્રવ્યો સદા અનેક જ રહે છે. જીવ અને જડ દ્રવ્યો ભિન્ન ભિન્ન અનેક છે તે અનેક જ રહે છે, પલટીને એક થઈ જતાં નથી.
આ બધા અમે કાર્યકર્તા છીએ એમ કહે છે ને! અરે ભાઈ! પરનું કાર્ય તું કદી કરી શકતો જ નથી એમ અહીં સિદ્ધ કરે છે. * કળશ પ૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન * ‘બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી- એવો નિયમ છે.’
પરવસ્તુ જો પોતાની સત્તામાં આવે તો પોતાનું કાર્ય કરે; અને પોતે પોતાનો અભાવ કરી બીજાની સત્તામાં પ્રવેશે તો પરની ક્રિયા કરે. પણ એમ છે નહિ. બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. બેને પ્રદેશભેદ છે. પરદ્રવ્યના પ્રદેશ અને સ્વદ્રવ્યના પ્રદેશ ભિન્ન ભિન્ન જ છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં છે અને પરમાણુ પોતાના એક પ્રદેશમાં છે. શું કોઈના પ્રદેશમાં કોઈ પેસે છે? ના; પોતાની સત્તામાં પરની સત્તાનો અભાવ છે અને પરની સત્તામાં પોતાની સત્તાનો અભાવ છે. હવે અભાવ છે તે ભાવને કઈ રીતે કરે? ભાઈ આ તો ન્યાયથી સમજવાની વાત છે. આ કારખાનાં ચાલે તે કાર્ય આત્મા કરતો નથી. પોતે (આત્મા) પરમાં જાય તો પરવસ્તુનું કાર્ય કરે, પણ એમ તો છે નહિ. ભાઈ! પરની અવસ્થા પરથી થાય છે. આત્માથી કદી નહિ. દૂધ છે તે અગ્નિથી ઉનું થતું નથી. અગ્નિ પોતાની સત્તા છોડી દૂધમાં પ્રવેશ કરે તો દૂધની ગરમ અવસ્થાને કરે. પણ અગ્નિ પોતાની સત્તામાં રહે છે અને દૂધ દૂધની સત્તામાં રહે છે. માટે દૂધ પોતાથી ઉનું થયું છે, અગ્નિથી નહિ. પ્રશ્નઃ– પાણી અગ્નિથી ઉનું થયું એમ પ્રત્યક્ષ દેખાય છે ને? ઉત્તરઃ– ના; પાણી અગ્નિથી ઉનું થયું નથી. તું શું દેખે છે ભાઈ? તું અગ્નિને દેખે છે કે પાણીની પોતાની અવસ્થાને? અગ્નિ પાણીમાં પેઠી જ નથી. તારી દ્રષ્ટિમાં ફેર છે, ભાઈ! બે વસ્તુ સર્વથા ભિન્ન છે. બન્નેને પ્રદેશભેદ છે. માટે બેનું મળીને એક પરિણામ થતું નથી. (પાણી પાણીની ગરમ અવસ્થાને કરે અને અગ્નિ પણ પાણીની ગરમ અવસ્થાને કરે એમ છે જ નહિ.) તેમ આત્મા અને કર્મ બે એક થઈને એક પરિણામને ઊપજાવતાં નથી. અશુદ્ધ પરિણામને આત્મા પણ કરે અને જ્ઞાનાવરણાદિ કર્મ પણ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ. ભાઈ! શું થાય, વસ્તુનું સ્વરૂપ જ આમ છે. કળશ પ૪ માં કળશ ટીકાકારે કહ્યું છે કે- “ અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને