સમયસાર ગાથા ૮૬ ] [ ૨૪૯
કરે; જેવી રીતે જીવ દ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામને વ્યાપ્યવ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્યવ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્યવ્યાપકપણે છે તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય.”
વ્યાપ્યવ્યાપક થઈને ભાષાપણે પરિણમે છે, જીવ તેમાં વ્યાપ્યવ્યાપકપણે નથી. અરે ભગવાન! પોતાની પર્યાય સ્વયંસદ્ધિ પોતાથી થાય છે અને પરની પર્યાય પરથી થાય છે એમ જેને નિર્ણય નથી તેને આત્મા સ્વતંત્ર આનંદકંદ પ્રભુ કર્મના ઉદયના સંબંધરહિત છે (અર્થાત્ રાગ રહિત છે) એ કેમ બેસે? દ્રવ્યને નિમિત્તનો સંબંધ નથી; પર્યાયમાં નિમિત્તનો સંબંધ છે. પણ દ્રવ્ય તો તે પર્યાયથી પણ ભિન્ન છે. આવી વાત કાને પણ ભાગ્ય વિના પડતી નથી. આ તો દિવ્યધ્વનિમાં આવેલી પરમ સુખની પ્રાપ્તિની વાત છે.
સમયે સમયે જીવ જીવની પર્યાયથી યુક્ત છે અને જડ જડની પર્યાયથી યુક્ત છે. આત્મા પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે અને પર પદાર્થ પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે. આમ છે તો એકબીજાની પર્યાયને કરી દે એમ હોઈ શકે નહિ.
કર્મ કરે, કર્મ કરે-એમ જૈનમાં પણ મોટી ગડબડ ચાલે છે. પણ પૂજાની જયમાલામાં તો સ્પષ્ટ આવે છે-
જડ કર્મ તેની પોતાની સત્તામાં રહે છે. તે મારી સત્તામાં આવે તો મને નુકશાન કરે. પણ કર્મ મારી સત્તામાં તો આવતાં નથી. અહાહા...! મારી પર્યાયને કર્મનો ઉદય અડતો પણ નથી. એકની સત્તાને બીજાની સત્તા અડતી નથી. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમાત્માએ જોયેલી વાત છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયથી યુક્ત સ્વયંસિદ્ધ વસ્તુ છે. અરે ભાઈ! કયા સમયે દ્રવ્ય પોતાની અનંત પર્યાયથી યુક્ત નથી?
સંતોએ આગમચક્ષુ કહ્યા છે. આ આંખ છે એ તો જડ છે. સર્વ જીવ ઈન્દ્રિયચક્ષુ છે, ભગવાન કેવળી જ્ઞાનચક્ષુ છે અને છદ્મસ્થ જ્ઞાની આગમચક્ષુ છે. ભાઈ! આ ઇન્દ્રિયપ્રત્યક્ષની ચીજ નથી.
અહીં દ્રવ્યથી પર્યાય ભિન્ન છે એ વાત નથી. દ્રવ્યની પર્યાય દ્રવ્ય પોતે કરે છે,