૨પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પર નિમિત્ત નહિ -એમ અહીં સિદ્ધ કરવું છે. નિશ્ચયથી તો પર્યાય દ્રવ્યથી ભિન્ન છે. પરમાત્મપ્રકાશની ગાથા ૬૮ માં કહ્યું છે કે જીવ બંધ અને મોક્ષની પર્યાયને કરતો નથી. પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. અહાહા...! જે (જ્ઞાનની) પર્યાય દ્રવ્યને જાણે તે પર્યાય દ્રવ્યમાં જતી નથી અને દ્રવ્ય પર્યાયમાં જતું નથી. પર્યાય લોકાલોકને જાણે પણ તે પર્યાય લોકાલોકમાં જતી નથી અને લોકાલોક પર્યાયમાં પેસતા નથી, આવી જ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. આમ પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતે પોતાથી જ થાય છે.
અહીં દ્રવ્ય-પર્યાયની ભિન્નતાની વાત નથી. અહીં તો એટલું સિદ્ધ કરવું છે કે પોતાની પર્યાયમાં વ્યાપ્યવ્યાપકપણે આત્મા છે અને જડની પર્યાયમાં વ્યાપ્યવ્યાપકપણે જડ છે. અહીં તો બે દ્રવ્યોના ભેદની વાત છે. આત્મા પોતાના પરિણામને કરે અને પરના પરિણામને પણ કરે એમ નથી. લોકો કહે છે કે એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયોનો ગોવાળ. એમ જીવ પોતાના વિકારને પણ કરે અને પરનું કાર્ય પણ કરે એમ છે નહિ. વિકારી પર્યાય વિકારરૂપ પોતાથી છે, પરથી નથી. પરવસ્તુ આત્માની પર્યાયને કરે, અશુદ્ધતાને કરે એવું જાણપણું અજ્ઞાન છે અને આત્મા પરનું કાર્ય કરે એમ જાણવું એ પણ અજ્ઞાન છે.
જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનની હીણી પર્યાય થાય એમ છે નહિ; કેમકે જ્ઞાનાવરણીય કર્મ પરદ્રવ્ય છે અને જ્ઞાનની હીણી દશા જીવમાં પોતામાં પોતાથી થાય છે. અહીં સિદ્ધાંત કહે છે કે-‘બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.’ વિકારી પર્યાયનું સત્ત્વ પોતાથી છે. જો એમ ન હોય તો એક સમયની પર્યાયનો લોપ થઈ જાય અને તો દ્રવ્યનો પણ લોપ થઈ જાય, દ્રવ્ય સિદ્ધ ન થાય.
એક સમયની પર્યાય ચાહે તો મિથ્યાત્વની હો, રાગદ્વેષની હો કે વિષયવાસનાની હો-તે પર્યાય જો જડકર્મથી થાય તો તે પર્યાયની સત્તા પરથી થઈ. તો પર્યાયની સત્તાનો લોપ થઈ ગયો. પર્યાયનો લોપ થતાં દ્રવ્ય પણ સિદ્ધ ન થયું. આમ સર્વદ્રવ્યોનો લોપ થઈ જાય. અરે ભાઈ! ત્રણ કાળની પર્યાયોનો પિંડ અને અનંત ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. માટે પોતાની પર્યાય પોતાથી થાય, પરથી ન થાય એમ સિદ્ધ થાય છે અને તે યથાર્થ છે.
વિકાર છે તે એક સમયનું સત્ છે, મિથ્યાત્વ ઉત્પન્ન થાય તે પણ તે સમયનું સત્ છે. તે જો દર્શનમોહનીય કર્મથી થાય એમ માને તો પર્યાયની સ્વતંત્રતાનો નાશ થઈ જાય, તો દ્રવ્યનો પણ નાશ થઈ જાય. આમ સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.
ફરી આ અર્થેને દ્રઢ કરે છેઃ-
‘एकस्य हि द्वौ कर्तारो न स्तः’ એક દ્રવ્યના બે કર્તા ન હોય. એટલે કે એક