Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1023 of 4199

 

સમયસાર ગાથા ૮૬ ] [ ૨પ૧

દ્રવ્યની પરિણતિના બે કર્તા ન હોય. દ્રવ્યની પરિણતિ તે વસ્તુ છે અને દ્રવ્ય પણ વસ્તુ છે. દ્રવ્યની વિકારી પર્યાય પણ વસ્તુ છે; તે વિકાર અવસ્તુ નથી. પર્યાય પણ પર્યાયપણે વસ્તુ છે. આત્માની અશુદ્ધ પરિણતિ આત્મા પણ કરે અને જડકર્મ પણ કરે-એમ એક પરિણતિના બે કર્તા ન હોય. ભાષાની પરિણતિને ભાષાવર્ગણા પણ કરે અને જીવ પણ કરે એમ હોતું નથી એમ અહીં કહે છે.

‘च’ વળી ‘एकस्य द्वे कर्मणी न’ એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. વિકારી પરિણામ પણ

જીવનું કર્મ અને જડકર્મનો જે બંધ થાય એ પણ જીવનું કર્મ એમ એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. જડકર્મના ઉદયની પર્યાય થઈ તે પુદ્ગલનું કર્મ અને જીવમાં જે વિકારી પરિણામ થયા તે પણ પુદ્ગલનું કર્મ એમ એક દ્રવ્ય બે દ્રવ્યોનાં કાર્ય ન કરે. કેટલી સ્પષ્ટતા કરી છે! જીવ બોલવાનો રાગ પણ કરે અને બોલવાની ભાષા પણ કરે એમ એક દ્રવ્ય બે કાર્ય ન કરે એમ સિદ્ધાંત કહે છે.

કેટલાક અત્યારે એમ કહે છે કે વિકાર પરથી થાય છે, પોતાથી નહિ-એમ ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે! લોકોને સત્ય મળ્‌યું જ નથી ત્યાં શું થાય? ભાઈ! આ તો પ્રભુનો માર્ગ શૂરાનો છે, કાયરનું કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે-

“વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ;
ઔષધ
જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.”

વિકાર પર કરાવે, મારા પુરુષાર્થના દોષથી ન થાય-એમ જે માને તે કાયર છે કેમકે એને પુરુષાર્થ જ જાગ્રત નહિ થાય. તે અજ્ઞાની કાયર છે. અહીં કહે છે કે એક દ્રવ્યનાં બે કર્મ એટલે કાર્ય ન હોય. જડ કર્મ પોતાનું પણ કાર્ય કરે અને જીવના વિકારનું કાર્ય પણ કરે-એમ ન હોય. અરે પ્રભુ! સમજ્યા વિના ‘જય ભગવાન, જય ભગવાન’ કરે પણ એ માર્ગ નથી. તથા આ બહારની પંડિતાઈનો માર્ગ નથી. આ તો વસ્તુના સ્વરૂપની યથાર્થ દ્રષ્ટિ કરવાનો માર્ગ છે. ખરેખર તો જે સમ્યગ્દ્રષ્ટિ છે તે જ પંડિત છે; સ્વામી કાર્તિકેયે પણ એમ કહ્યું છે.

‘च’ અને ‘एकस्य द्वे क्रिये न’ એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. પૂર્વની પર્યાય પલટીને આત્મા વિકારરૂપે થાય અને જડકર્મરૂપે પણ થાય એમ એક દ્રવ્યની બે ક્રિયા હોતી નથી. ‘यतः’ કારણ કે ‘एकम् अनेकम् न स्यात्’ એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. કેટલું સ્પષ્ટ કર્યું છે! પોતાની પર્યાય પરદ્રવ્યરૂપ ન થાય અને પરદ્રવ્યની પર્યાય પોતાની પર્યાયરૂપ અર્થાત્ જીવરૂપ ન થાય. એક દ્રવ્ય અનેક દ્રવ્યની પરિણતિને ન કરે એમ કહે છે.

પ્રત્યેક દ્રવ્યની પર્યાય એક પછી એક નિયમસર થવાની હોય તે જ થાય છે. નિર્વિકારી પર્યાય પણ પોતાથી એક પછી એક ક્રમબદ્ધ થવાની હોય તે જ થાય છે. સર્વ-