Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1024 of 4199

 

૨પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

વિશુદ્ધજ્ઞાન અધિકારમાં (ગાથા ૩૦૮ થી ૩૧૧ની ટીકામાં) ‘ક્રમનિયમિત’ શબ્દ પડયો છે. એક દ્રવ્યની પરિણતિ બીજા દ્રવ્યની પરિણતિરૂપ ન થાય. બીજા દ્રવ્યની પરિણતિ પોતાના દ્રવ્યરૂપ ન થાય.

સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એવો પાઠ છે કે-જડ કર્મની કોઈ અચિંત્ય શક્તિ છે કે તે કેવળજ્ઞાનને રોકે છે. એ તો પુદ્ગલમાં ઉત્કૃષ્ટ પરિણમન કેવું થાય એની ત્યાં વાત કરી છે. ત્યાં ઉપકારનું-નિમિત્તનું પ્રકરણ છે. એટલે જેને કેવળજ્ઞાન પ્રગટ નથી તેને કેવળજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ નિમિત્ત છે એમ ત્યાં કહ્યું છે.

વળી કોઈ એમ કહે કે વિકાર થવામાં પ૦ ટકા આત્માનો અપરાધ અને પ૦ ટકા કર્મનો અપરાધ છે-તો એમ નથી. સો એ સો ટકા આત્મા પોતાના વિકારનો કર્તા છે, અને નિમિત્તનું એમાં કાંઈ કર્તવ્ય નથી, એક ટકો પણ નહિ. આત્માના સો ટકા આત્મામાં, અને નિમિત્તના સો ટકા નિમિત્તમાં છે, કેમકે તેમનો એકબીજામાં અભાવ છે. જીવની વિકારી પર્યાય થાય એમાં કર્મની પર્યાયનો અભાવ છે અને કર્મના ઉદયમાં જીવના વિકારી પરિણામનો અભાવ છે. એકબીજામાં અભાવ હોય તો જ ભિન્ન રહી શકે.

અહો! દિગંબર આચાર્યોએ અજબ-ગજબનું કામ કર્યું છે. શ્રી અમૃતચંદ્રસ્વામીએ કેવા કળશ રચ્યા છે! લોકોએ પોતાની દ્રષ્ટિ (અભિપ્રાય) છોડીને શાસ્ત્ર શું કહે છે તે તરફ પોતાની દ્રષ્ટિ લગાવવી જોઈએ.

પ્રશ્નઃ– વિકાર કર્મજનિત છે એમ શાસ્ત્રમાં ઠેકઠેકાણે આવે છે ને?

ઉત્તરઃ– હા, પણ એ તો વિભાવ પોતાનો (ચૈતન્યમય) સ્વભાવ નથી અને નિમિત્તાધીન થવાથી થાય છે એ અપેક્ષાએ એને કર્મજનિત કહ્યો છે. સ્વભાવજનિત નથી માટે વિકારને કર્મજનિત કહ્યો છે, પણ કર્મ છે તે પલટીને જીવના વિકારરૂપ પરિણમ્યું છે એમ નથી, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.

* કળશ પ૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો.’

જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને રોકે એ તો વ્યવહારનયનું કથન છે. એટલે શું? એટલે એમ છે નહિ પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહેવામાં આવ્યું છે. અરે! લોકોને આવો નિર્ણય કરવાની કયાં ફુરસદ છે? પરંતુ આ મનુષ્યભવમાં કરવા જેવું આ જ છે. યથાર્થ નિર્ણય ન કર્યો તો ભાઈ! અહીંથી છૂટીને કયાં જઈશ? ચોરાસીના ચક્કરમાં ગોથાં ખાઈશ. ભાઈ! એકવાર ભૂતાર્થદ્રષ્ટિથી મિથ્યાત્વને છેદીને સમકિત પ્રગટ કર. આ જ કરવા યોગ્ય છે.

અરે ભાઈ! મારી પર્યાય પર કરે અને પરની પર્યાય હું કરું એ તારી મોટી