Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1025 of 4199

 

સમયસાર ગાથા ૮૬ ] [ ૨પ૩

ભ્રમણા છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયથી એટલે નિશ્ચયથી આ વસ્તુસ્થિતિ કહી એટલે વ્યવહારથી બીજું (અન્યથા) કથન છે એમ આવી ગયું. નિશ્ચયથી કહ્યું તે સત્યાર્થ છે એમ નિર્ણય કરવો અને વ્યવહારનયથી કહ્યું હોય તે એમ નથી પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે, એમ સમજવું. જ્ઞાનાવરણીયકર્મથી જ્ઞાન રોકાય એ તો કથનશૈલી છે. કથન બે પ્રકારે છે, વસ્તુ તો એક જ છે. વ્યવહારના કથનને એમ જ (જેમ લખ્યું હોય તેમ જ) માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.

મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું છે કે-“વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે.” વળી ત્યાં કહ્યું છે કે સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ વ્યવહારને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, પણ એમ છે નહિ. (ખરેખર વ્યવહાર મોક્ષમાર્ગ તે મોક્ષમાર્ગ નથી.) મોક્ષમાર્ગ બે માનવા તે મિથ્યાત્વ છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેને ઉપાદેય માને તે મિથ્યાત્વ છે. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપનું નિરૂપણ કરતો નથી, પણ કોઈ અપેક્ષાથી નિરૂપણ કરે છે.

શુદ્ધનય ભૂતાર્થ છે. જેવી વસ્તુની સ્થિતિ હોય તેવું નિરૂપણ કરે છે. પંડિત શ્રી ટોડરમલજીને આચાર્યકલ્પ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રનાં રહસ્ય ખોલીને મોક્ષમાર્ગ-પ્રકાશકમાં ભરી દીધાં છે. અહીં કહે છે-શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. આનાથી વિરુદ્ધ તે અનિયમ છે. જેને સમ્યગ્દર્શન થાય તે સ્વાશ્રયથી-નિશ્ચયથી થાય, વ્યવહારથી કે પરથી ન થાય એ નિયમ છે, આ સિદ્ધાંત છે.

આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે. તે જો પરમાર્થનયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે-એમ હવે કહે છેઃ-

* કળશ પપઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इह’ આ જગતમાં ‘मोहिनाम्’ મોહી (અજ્ઞાની) જીવોનો ‘परं अहं कुर्वे’ પરદ્રવ્યને હું કરું છું ‘इति महाहंकाररूपं तमः’ એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર-‘ननु उच्चकैः दुर्वारं’ કે જે અત્યંત દુર્નિવાર છે તે-‘आसंसारतः एव धावति’ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. શું કહે છે? હું દેશની સેવા કરું છું, પરની દયા પાળું છું, પરને સુખી કરું છું, પરને મારી શકું છું અને બચાવી શકું છું ઇત્યાદિ અનેક પ્રકારે અજ્ઞાનીઓને પરદ્રવ્યના કર્તાપણાનો અહંકાર છે, પણ તે અજ્ઞાન છે. કુંભાર કહે કે ઘડાની પર્યાય મારાથી થઈ, બાઈ કહે કે દાળ-ભાત આદિ રસોઈ મેં કરી, ગુમાસ્તો કહે કે મેં સારા અક્ષરે નામું લખ્યું અને શેઠ કહે કે મેં વેપાર કર્યો-આ પ્રમાણે પરદ્રવ્યની ક્રિયાનો પોતાને કર્તા માને તે બધા અહંકારરૂપ અજ્ઞાન-અંધકારમાં ડૂબેલા મિથ્યાદ્રષ્ટિ છે.