Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1030 of 4199

 

૨પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

ક્રિયાકાંડના વિકલ્પ કરે, મુનિપણું બહારથી લે, પણ ભૂતાર્થના અનુભવ વિના સમકિત નહિ થાય અને સમકિત વિના ધર્મની શરૂઆત નહિ થાય.

દિગંબરમાં દેવ-ગુરુ-શાસ્ત્ર સત્ય છે. છતાં દિગંબરોને સત્ય વસ્તુની ખબર નથી. અહીં કહે છે કે સર્વ વિકલ્પોને છોડી દે અને ત્રિકાળ સચ્ચિદાનંદ ભગવાન આત્માનો એકવાર અનુભવ કર. અરે ભાઈ! એટલો નિર્ણય તો પ્રથમ કર કે નિર્મળાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે તેના અનુભવથી સમ્યગ્દર્શન થાય છે. એ સિવાય બહારથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવતત્ત્વના ભેદની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન નથી.

કળશટીકામાં છઠ્ઠા કળશમાં કહ્યું છે કેइमाम् नवतत्त्वसन्ततिम् मुक्त्वाજીવ- અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપના અનાદિ સંબંધને છોડીને જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાઓ. ભાવાર્થ આમ છે-સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવતત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. નવતત્ત્વના ભેદવાળી દ્રષ્ટિ એ મિથ્યાત્વ છે.

‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’–સૂત્રમાં એકવચન છે. ત્યાં અભેદની વાત છે. ભૂતાર્થનું ગ્રહણ કરવાથી નવતત્ત્વની પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે. અથવા ભૂતાર્થની શ્રદ્ધા કરવાથી આ ત્રિકાળી ચીજ તે ભૂતાર્થ છે અને સંવર આદિ નવતત્ત્વ છે તે એમાં નથી એવું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થાય છે અને તે સમ્યગ્દર્શન છે.

અહો! ભૂતાર્થ એટલે પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે (અજ્ઞાન) એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? એકવાર પણ સ્વસન્મુખપણે અંતર્દ્રષ્ટિ થઈ પછી તેનો નાશ થતો નથી. દ્રવ્યનો નાશ થાય તો દ્રષ્ટિની પર્યાયનો નાશ થાય. પણ દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાનઘન સદા મોજુદ છે. તેથી અનુભવની દ્રષ્ટિનો નાશ થતો નથી. કેટલી જોરદાર દ્રઢતાથી વાત કરી છે. (સમ્યગ્દર્શન) પડી જાય એ વાત અહીં લીધી નથી. આ તો વીરની વાતો છે. ત્યાં કાયરનું કામ નથી. કહ્યું છે ને કે-

જે માર્ગે સિંહ સંચર્યા, તરણ લાગી રજ,
એ ઊભા ખડ સૂકશે, નહિ ચરશે હરણ.

સમકિતી સિંહ જે માર્ગે વિચર્યા અને તેની જે વાણી આવી તે, આ એકાંત છે એવાં ભય અને શંકા જેને લાગે તે કાયર નહિ સ્વીકારે. બાપુ! આ વીતરાગની વાણી સાંભળવા મળે એ મહાભાગ્ય હોય તો મળે છે અને ધીર-વીરને તે પચે છે.

અહીં કહે છે-ભૂતાર્થનો અનુભવ કરતાં એક વાર મિથ્યાત્વનો નાશ થાય તો જ્ઞાનઘન આત્માને ફરીથી બંધ કેમ થઈ શકે? આવી આ અપ્રતિહત સમ્યગ્દર્શનની વાત