Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1036 of 4199

 

૨૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે. ભાવાર્થઃ– પુદ્ગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે. અહીં એમ જાણવું કેઃ-મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે. * * * સમયસાર ગાથા ૮૭ઃ મથાળું પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છેઃ- * ગાથા ૮૭ઃ ટીકા ઉપરનું પ્રવચન * મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ- જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જે મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (-બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે.’ જુઓ, લીલો, પીળો, વાદળી જે મોરનો રંગ છે તે મોરનો ભાવ છે માટે તેઓ મોર જ છે. દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે મોરની પર્યાય નથી; તે દર્પણની સ્વચ્છતાનો વિકારમાત્ર છે; માટે તે દર્પણ જ છે. અરીસામાં જે અવસ્થા થઈ તે અરીસાથી