अविरदि जोगो मोहो कोहादीया इमे भावा।। ८७।।
પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છેઃ-
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭.
ગાથાર્થઃ– [पुनः] વળી, [मिथ्यात्वं] જે મિથ્યાત્વ કહ્યું તે [द्विविधं] બે પ્રકારે છે- [जीवः अजीवः] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; [तथा एव] અને એવી જ રીતે [अज्ञानम्] અજ્ઞાન, [अविरतिः] અવિરતિ, [योगः] યોગ, [मोहः] મોહ અને [क्रोधाद्याः] ક્રોધાદિ કષાયો- [इमे भावाः] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
ટીકાઃ– મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ-જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (-બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં ________________________________________________________________________ * ૮૬ મી ગાથામાં દ્વિક્રિયાવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં ‘पुनः’ શબ્દ છે.