Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1034 of 4199

 

૨૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

ફરીને વિશેષતાથી કહે છેઃ- * કળશ પ૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘आत्मा’ આત્મા તો ‘सदा’ સદા ‘आत्मभावान्’ પોતાના ભાવોને ‘करोति’ કરે છે અને ‘परः’ પરદ્રવ્ય ‘परभावान्’ પરના ભાવોને કરે છે; ‘हि’ કારણ કે ‘आत्मनः भावाः’ પોતાના ભાવો છે તે તો ‘आत्मा एव’ પોતે જ છે અને ‘परस्य ते’ પરના ભાવો છે. તે ‘परः एव’ પર જ છે (એ નિયમ છે). આત્મા કાં તો પોતાના શુદ્ધ ચૈતન્યપરિણામને કરે, કાં તો પોતાના અશુદ્ધ ચૈતન્યપરિણામને કરે. કાં તો પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન પરિણામને કરે, કાં તો મિથ્યાત્વરાગદ્વેષના પરિણામને કરે; પણ પરદ્રવ્યના પરિણામને કદીય ન કરે. પોતાના ભાવને પોતે કરે અને પરના ભાવને પર કરે છે. જ્ઞાનાવરણીય કર્મના આસ્રવના છ કારણ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યાં છે. ત્યાં છ કારણરૂપ જે જીવના પરિણામ તેનો કર્તા જીવ છે પણ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કર્તા આત્મા નથી. ષોડશકારણ ભાવનાના પરિણામનો કર્તા આત્મા છે પણ તીર્થંકરપ્રકૃતિનો જે બંધ થાય તેનો કર્તા આત્મા નથી. જ્ઞાનીને કર્તાબુદ્ધિથી શુભભાવ થતા નથી; પણ પરિણમન છે તે અપેક્ષાએ તેને કર્તા કહેવાય છે. શુભભાવ કરવા લાયક છે એવી બુદ્ધિ તો સમકિતીને ઉડી ગઈ હોય છે. તેથી પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તે શુભભાવનો કર્તા હો, પણ તીર્થંકરનામકર્મની પ્રકૃતિનો જે બંધ થાય છે તેનો તે કર્તા નથી. અકર્મદશા હતી તે પલટીને તીર્થંકરનામ-કર્મરૂપ દશા થઈ તેનો આત્મા કર્તા નથી; તેનો કર્તા કર્મ-પુદ્ગલ છે. દયા, દાન આદિના ભાવ થાય તેનું જ્ઞાનીને પરિણમન હોય પણ તે દયાના ભાવ વડે પરની દયા પાળી શકે છે એમ નથી. પરના પરિણામને આત્મા કરી શકે એમ છે જ નહિ. પરના ભાવનો કર્તા પરદ્રવ્ય છે. બોલવાની ભાષાની જે પર્યાય છે તે પરનો ભાવ છે. તે તે પરમાણુ તે ભાવના કર્તા છે. બોલવાના રાગરૂપ પરિણામ થાય તેનો કર્તા આત્મા છે. રાગનું પરિણમન થાય છે તે અપેક્ષાએ જ્ઞાનીને તેનો કર્તા કહેવામાં આવે છે. પણ તે રાગ કરવા લાયક છે એમ જ્ઞાની માનતા નથી. રાગના સ્વામીત્વપણે જ્ઞાની પરિણમતા નથી. પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું છે કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પરની સેવા કરી શકું છું, બીજાનું દુઃખ ટાળી શકું છું, બીજાને આહાર-પાણી, કપડાં ઇત્યાદિ દઈ શકું છું. આવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે. ક્ષાયિક સમકિતી હોય એવા મુનિને પણ રાગ આવે છે, પરિણમનની અપેક્ષાએ તે એના કર્તા છે, પણ એ કરવા લાયક છે એમ તે માનતા નથી. [પ્રવચન નં. ૧૪૭ થી ૧પ૨ * દિનાંક પ-૮-૭૬ થી ૧૦-૮-૭૬]