સમયસાર ગાથા ૮૭ ] [ ૨૬૭
આત્માથી કર્મબંધનની પર્યાય ઉત્પન્ન કરાવાની અયોગ્યતા છે. કર્મબંધની પર્યાય પોતાની યોગ્યતાથી કર્મબંધપણે ઉત્પન્ન થાય છે.
ત્યારે કોઈ એમ કહે કે વિકાર થવામાં પ૦ ટકા કર્મના અને પ૦ ટકા જીવના રાખો. અહીં કહે છે કે સો એ સો ટકા વિકાર જીવના પરિણામમાં પોતાથી થાય છે; કર્મના કારણે એક ટકો પણ નહિ. ઉપાદાનના સો એ સો ટકા ઉપાદાનમાં અને નિમિત્તના સો એ સો ટકા નિમિત્તમાં છે. આત્મામાં મિથ્યાત્વનો ભાવ થયો તે સો એ સો ટકા પોતાથી થયો છે; એક ટકો પણ નિમિત્તના-દર્શનમોહકર્મના કારણે જીવમાં મિથ્યાત્વભાવ થયો નથી.
લોકો તો ખાવું, પીવું, રળવું ઇત્યાદિ બહારમાં અશુભમાં રોકાઈ ગયા છે. તેમને આનો નિર્ણય કરવાની કયાં ફુરસદ છે? પણ ભાઈ! આનો યથાર્થ નિર્ણય કર્યા વિના તને કેટલું નુકશાન થઈ રહ્યું છે તેની તને ખબર નથી. અરે! પછી તું સર્વશક્તિ (નિર્ણય કરવાની) ખોઈ બેસીશ. અહીં નિર્ણય કરાવે છે કે-જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી મિથ્યાત્વાદિપણે પરિણમે છે અને પોતાના સવળા પુરુષાર્થથી મિથ્યાત્વાદિના નાશપણે (સમ્યક્ત્વાદિપણે) પરિણમે છે; તેમાં પરદ્રવ્યનું રંચમાત્ર પણ કારણ નથી. પરદ્રવ્ય પરદ્રવ્યમાં સ્થિત છે. તે પોતાની સત્તામાં આવતું નથી. પરદ્રવ્યની સત્તા પોતામાં આવી જાય તો પરદ્રવ્યની સત્તાનો નાશ થઈ જાય. આત્મા પરદ્રવ્યની સત્તામાં પ્રવેશ કરે તો પરદ્રવ્યની પર્યાય કરી શકે. પરંતુ પરદ્રવ્યની સત્તામાં આત્મા જાય તો પોતાની સત્તાનો નાશ થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. (કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડતું નથી). એક સમયની પર્યાયસત્તા પણ પોતાની પોતામાં રહે છે. આવી જ વસ્તુસ્થિતિ છે. માટે પોતે પરનું કાંઈ કરે અને પર પોતાનું કાંઈ કરે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી.
નિગોદના જીવથી માંડી પરમાણુ આદિ સર્વદ્રવ્યો પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. પોતાની પર્યાયની યોગ્યતાથી વિકાર આદિ ઉત્પન્ન થાય છે, પરને લઈને બીલકુલ ઉત્પન્ન થતો નથી. પૂજાની જયમાલામાં આવે છે કે-
કર્મ છે એ તો જડની પર્યાય છે. ભૂલ તો પોતામાં પોતાના કારણે થાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એવા પોતાના ષટ્કારકથી જીવમાં વિકાર થાય છે. નિશ્ચયથી વિકાર પરકારકોની અપેક્ષા વિના પોતાથી થાય છે. જેમ કુંભાર વડે ઘડો કરાવાની અયોગ્યતા છે તેમ કર્મ વડે જીવનો વિકાર કરાવાની અયોગ્યતા છે.
માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે