Pravachan Ratnakar (Gujarati). Gatha: 88.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1047 of 4199

 


ગાથા–૮૮

काविह जीवाजीवाविति चेत्–

पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं।
उवओगो अण्णाणं अविरदि मिच्छं च
जीवो दु।। ८८।।

पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः।
उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु।। ८८।।

હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છેઃ-

મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮.

ગાથાર્થઃ– [मिथ्यात्वं] જે મિથ્યાત્વ, [योगः] યોગ, [अविरतिः] અવિરતિ અને [अज्ञानम्] અજ્ઞાન [अजीवः] અજીવ છે તે તો [पुद्गलकर्म] પુદ્ગલકર્મ છે; [च] અને જે [अज्ञानम्] અજ્ઞાન, [अविरतिः] અવિરતિ અને [मिथ्यात्वं] મિથ્યાત્વ [जीवः] જીવ છે [तु] તે તો [उपयोगः] ઉપયોગ છે.

ટીકાઃ– નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.

* * *

સમયસાર ગાથા ૮૮ઃ મથાળું

હવે પૂછે છે કે મિથ્યાત્વાદિને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૮૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે, અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.’