Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1046 of 4199

 

૨૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો આત્મા પોતાના જ્ઞાનને જાણે છે. આ વાત ગાથા ૭પમાં આવી ગઈ છે.

અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી. તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. અજ્ઞાનીને ખબર નથી કે આ સ્વાદ જાણવામાં આવે છે તે પરચીજ છે અને પોતાની પર્યાયમાં જે મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે મારી ચીજ છે. આવું અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી.

જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવના ભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે. અને ત્યારે જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે અને રાગને પણ (ભિન્નપણે) જાણે છે. ભેદજ્ઞાન થતાં જ્ઞાનનો સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી જ્ઞાન પોતામાં રહીને સ્વપરને જાણે છે અને તે સમ્યગ્જ્ઞાન છે.

[પ્રવચન નં. ૧પ૨ શેષ, ૧પ૩, ૧પ૪ * દિનાંક ૧૦-૮-૭૬ થી ૧૨-૮-૭૬]