સમયસાર ગાથા ૮૭ ] [ ૨૭૩
જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન નથી તેને દ્રવ્યની સ્વતંત્રતા કેમ બેસે? કર્મથી વિકાર થાય એમ માનનારને હું જ્ઞાતા-દ્રષ્ટા છું એમ કેમ બેસે? કર્મથી વિકાર માનનારે પોતાની પર્યાયને પરાધીન માની છે. તેને દ્રવ્યની સ્વતંત્રતાની વાત કેમ સમજાય?
હવે કહે છે-‘અહી એમ જાણવું કેઃ- મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે.’
જ્ઞાનમાં જડના સ્વાદનો ખ્યાલ આવે છે, પણ જડનો સ્વાદ જ્ઞાનમાં આવતો નથી. કર્મના ઉદયનો સ્વાદ આવે એટલે કે તેના આકારે ઉપયોગ થાય છે. જ્ઞાનની પર્યાયમાં જડની પર્યાયનો ખ્યાલ આવે છે. ખરેખર તો વિકારને જ્ઞાન જાણતું નથી, કર્મના ઉદયને પણ જ્ઞાન જાણતું નથી; પરંતુ તે વિકાર સંબંધીનું જે જ્ઞાન પોતામાં થયું તેને જ્ઞાન જાણે છે.
દરેક પર્યાય પોતાથી થાય છે અને તે પણ ક્રમબદ્ધ થાય છે. જે સમયે જે થવાની હોય તે જ પર્યાય તે સમયે જ થાય છે, આગળ પાછળ થતી નથી. સામાન્યનું તે પર્યાય વિશેષ છે. આવું ન માને તે વૈશેષિક મતને માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયની સ્થિતિ એકરૂપ રહેતી નથી. એટલે અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે નિમિત્ત આવ્યું તો પર્યાય બદલી ગઈ. પાણી ઠંડી અવસ્થા બદલીને ઉષ્ણ થયું ત્યાં અજ્ઞાનીને ભ્રમ થાય છે કે અગ્નિ આવી તો પાણી ઉનું થયું પરંતુ એમ છે નહિ. પાણી પોતાથી ઉષ્ણ થયું છે, અગ્નિથી નહિ.
સમયસાર કળશ ૨૧૧માં કહ્યું છે કે-“વસ્તુની એકરૂપ સ્થિતિ હોતી નથી; માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે”-એ નિશ્ચય સિદ્ધાંત છે. પ્રત્યેક પદાર્થની એક અવસ્થા બદલીને બીજી થાય છે તે પોતાથી થાય છે, નિમિત્તથી નહિ-એવો વસ્તુનો સ્વભાવ છે.
વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધા સહિત છે. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામસ્વરૂપ કર્મની કર્તા છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે. એટલે રાગનું જ્ઞાન થાય છે ત્યાં રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન સ્વને જાણે અને રાગને પણ જાણે-એવો જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. રાગને જ્ઞાન