સમયસાર ગાથા-૯૦ ] [ ૭ વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.’ દ્રવ્યદ્રષ્ટિથી આત્મા રાગાદિ વિકારનો કર્તા નથી. દ્રવ્યસ્વભાવ વિકારનો કર્તા નથી. તેવી રીતે દ્રવ્યદ્રષ્ટિ જેને થઈ છે એવા દ્રવ્યસ્વભાવને અનુભવનારા જ્ઞાની રાગના કર્તા નથી. શુદ્ધ દ્રવ્યાર્થિકનયે આત્મા કર્તા નથી; પણ ઉપયોગ અને આત્મા એક હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિક નયથી આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.
અશુદ્ધદ્રવ્યાર્થિક નય કહો કે અશુદ્ધ નિશ્ચયનય કહો કે વ્યવહારનય કહો-એ અપેક્ષાએ આત્માને કર્તા કહેવામાં આવે છે.
[પ્રવચન નં. ૧પ૬ (શેષ) * દિનાંક ૧૪-૮-૭૬]