૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
પાણી ઉષ્ણ થાય તે પોતાની યોગ્યતાથી થાય છે, અગ્નિથી નહિ. અગ્નિ તેમાં નિમિત્ત છે પણ નિમિત્ત કર્તા નથી. સુંદર સ્ત્રીનું રૂપ દેખીને જે વાસનાના પરિણામ થાય તે વાસનાના પરિણામનો કર્તા અજ્ઞાની જીવ પોતે છે. સ્ત્રીનું સુંદર રૂપ તેમાં નિમિત્ત છે, પણ નિમિત્તને લઈને વાસનાના પરિણામ થયા નથી. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાનની હીણી દશા છે એમ નથી. જ્ઞાનની હીણી દશા સ્વયં પોતાથી છે અને તેમાં જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે. જીવની જ્ઞાન-દર્શનની હીણી પર્યાય થાય છે તે ભાવઘાતિના કારણે થાય છે, દ્રવ્યઘાતિ કર્મ એમાં નિમિત્ત છે. ‘ઘાતિકર્મના નિમિત્તથી’ એમ કથન આવે છે પણ એ તો નિમિત્તનું કથન છે. જડ ઘાતીકર્મ આત્માની પર્યાયનો ઘાત કરે છે એમ નથી. ભાવઘાતીકર્મથી પોતાની હીણી પર્યાય થાય છે તો દ્રવ્યઘાતીકર્મને નિમિત્ત કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ નિમિત્ત છે, પણ તે ભાવઘાતીકર્મનું કર્તા નથી.
‘પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો.
જે પરિણમે તે કર્તા છે. વિકારરૂપે ઉપયોગ પરિણમે છે. તેથી તે ઉપયોગને વિકારનો કર્તા કહ્યો; નિમિત્ત કર્તા નથી. જ્ઞાનાવરણીય આદિ કર્મ પરદ્રવ્ય છે. તે આત્માની પર્યાયને અડતુંય નથી, કેમકે આત્માની વિકારી પર્યાય અને કર્મની પર્યાય એ બન્ને વચ્ચે અત્યંતાભાવ છે.
આ શરીરમાં પીડા થાય તે અશાતાવેદનીયના નિમિત્તથી થાય છે. એનો અર્થ શું? શરીરની અવસ્થા તો જે કાળે જે થવાની હોય તે એનાથી થાય છે, તેમાં અશાતાનો ઉદય નિમિત્ત છે, પણ અશાતાનો ઉદય શરીરની અવસ્થાનો કર્તા નથી. તથા તે વખતે જીવમાં પીડાનો જે અનુભવ થાય છે તે તેની યોગ્યતાથી સ્વતંત્ર થાય છે, એમાં શરીરનું કે કર્મનું કાંઈ કર્તવ્ય નથી. આ પૈસા આદિ સામગ્રી મળે છે તે શાતાવેદનીયના ઉદયના નિમિત્તે મળે છે. ત્યાં ઉદય તો નિમિત્તમાત્ર છે. પૈસા પૈસાના કારણે આવે છે. પૈસાની આવવાની ક્રિયા થઈ તેનો શાતાવેદનીય કર્મનો ઉદય કર્તા નથી, કેમકે જે પરિણમે તે કર્તા છે.
મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ વિકારરૂપે ઉપયોગ પરિણમે છે માટે તે વિકારપરિણામનો ઉપયોગ કર્તા છે. અજ્ઞાનરૂપે થઈને જે ભાવરૂપ ઉપયોગ પરિણમે તે ભાવનો ઉપયોગ કર્તા છે.
‘શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક