સમયસાર ગાથા-૯૪ ] [ ૪પ થાય, કર્મ કાંઈક માર્ગ આપે તો અમે ધર્મ કરીએ, ગુણ પ્રગટ કરીએ એમ માને તે જડકર્મને અને આત્માને એક માને છે. કર્મ તે જ હું છું અને કર્મથી મને લાભાલાભ છે એમ માનવું, જાણવું અને એમાં લીનતા કરવી તે અજ્ઞાન છે, અને તે અજ્ઞાનભાવનો અજ્ઞાની જીવ કર્તા થાય છે.
અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાને અને પરનો ભેદ નહિ જાણીને ‘‘હું ક્રોધ છું, હું માન છું’’ ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.’ દયા, દાન અને પુણ્યપાપના ભાવ અને પોતાનો ભેદ નહિ જાણીને હું ક્રોધ છું, હું રાગ છું, હું માન છું, આ રાગાદિ હું કરું છું, હું દયા પાળું છું-એવું અજ્ઞાની માને છે. તેથી સવિકાર ચૈતન્યપરિણામરૂપે પરિણમતો તે પોતાના સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ એનું કર્મ થાય છે. આ પ્રમાણે ભોક્તાપણાની આ ગાથામાં પણ કર્તાકર્મનું કથન કર્યું. ગાથા ૯૪ પૂરી થઈ. આ વાતને ૯પમાં વધુ સ્પષ્ટ કરશે.