कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।। ९५।।
कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९५।।
હવે એ જ વાતને વિશેષ કહે છેઃ-
ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯પ.
‘હું ધર્માસ્તિકાય આદિ છું’ એવો [आत्मविकल्पं] પોતાનો વિકલ્પ [करोति] કરે છે; તેથી [सः] આત્મા [तस्य उपयोगस्य] તે ઉપયોગરૂપ [आत्मभावस्य] પોતાના ભાવનો [कर्ता] કર્તા [भवति] થાય છે. ટીકાઃ– ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેયજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ભાવાર્થઃ– ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે. આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.