સમયસાર ગાથા-૯૬ ] [ પ૩ અને હું અન્ય જીવ છું, પુદ્ગલ છું, ઇત્યાદિ છ દ્રવ્ય છું એમ ગાથા ૯પમાં લીધું છે. આ દીકરો મારો છે, પત્ની મારી છે, કન્યા મારી છે, મકાન મારું છે, ધન-સંપત્તિ મારાં છે એમ અજ્ઞાની માને છે અને એ પ્રમાણે તે પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે.
ભાઈ! આ વીતરાગમાર્ગની વાત ખૂબ ધીરજ અને શાંતિથી સાંભળવી જોઈએ. એટલું જ નહિ તેનો ઘરે સ્વાધ્યાય અને મનન કરવાં જોઈએ. ઘરે ચોપડા (નામાના) ફેરવે પણ એ તો એકલો પાપનો વેપાર છે. આ બૈરાં છોકરાં સારુ રળીએ અને કમાઈએ અને એમનું પાલનપોષણ કરીએ એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! કુટુંબ સારુ પૈસા કમાઈએ એમ તું સમજે છે પણ કોનું કુટુંબ? કોણ કમાય? અને કોના પૈસા? કુટુંબ તો બધા અન્ય જીવ છે અને પૈસા તો જડના છે. બધું ભિન્ન ભિન્ન છે. અહા! સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા જાણવી એ અલૌકિક ચીજ છે અને જેને ભેદજ્ઞાન થઈ જાય તેને તો માનો મુક્તિ હાથ આવી ગઈ. પરંતુ અજ્ઞાની પરદ્રવ્યોને પોતારૂપ અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે!
અજ્ઞાની જીવ સ્વદ્રવ્ય-પરદ્રવ્યને એક માને છે. ‘તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’
અહાહા...! ભગવાન આત્મા સમસ્ત વસ્તુના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય-ધાતુમય છે. આત્મા રાગ, પુણ્ય, પાપ, શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ સર્વ વસ્તુઓના સંબંધથી રહિત શુદ્ધ ચૈતન્યમય પ્રભુ છે. અહાહા...! જેણે શુદ્ધ ચૈતન્યને ધારી રાખ્યું છે એવો પોતે ચૈતન્યધાતુમય છે. આત્મા આવો હોવા છતાં અજ્ઞાનના કારણે હું ક્રોધ, માન, માયા, લોભ છું અને હું ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યસ્વરૂપ છું એમ માને છે. તે જીવ સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત છે એટલે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામને પોતાના ભાવ કહ્યા છે અને તે પ્રકારના પોતાના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. જ્ઞાયક તો જ્ઞાયક છે પણ અજ્ઞાનમાં આવો પ્રતિભાસ થાય છે કે વિકારી ભાવનો હું કર્તા છું અને તે ભાવ મારું કર્તવ્ય છે. (શુદ્ધ નિશ્ચયથી વિકારી પરિણામ આત્માના નથી).
‘આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું’ અહીં સવિકાર ચૈતન્યપરિણામને સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે અને