પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, ‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, ‘હું પરદ્રવ્ય છું’ એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડે (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (-શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પર જ્ઞેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.
અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું.
કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું એમ હવે કહે છેઃ-
‘ખરેખર એ રીતે, ‘‘હું ક્રોધ છું’’ ઇત્યાદિની જેમ અને ‘‘હું ધર્મદ્રવ્ય છું’’ ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે.’
જુઓ, આ અજ્ઞાનીની વાત ચાલે છે. ‘હું ક્રોધ છું’ એમ માનતો થકો પોતાના સવિકાર ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે એ વાત ગાથા ૯૪માં લીધી. અને હું ધર્માદિ છ દ્રવ્ય છું એમ માનતો થકો પોતાના સોપાધિક ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે-એમ ગાથા ૯પમાં લીધું છે. એકમાં સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા અને બીજામાં સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા-એમ બેમાં ફરક પાડયો છે. હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, રાગ છું, દ્વેષ છું ઇત્યાદિ ગાથા ૯૪માં સોળ બોલ લીધા છે.