૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ આ એક આંગળી પોતાથી ટકી છે. તેમાં બીજી આંગળીને અભાવ છે. ભાઈ! પહેલાં આ વાતની હા તો પાડ. પર વિના ચાલે નહિ એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિની માન્યતા છે; તેને જૈનદર્શનની શ્રદ્ધા નથી.
પરને સહાય કરી શકું, પરને સુખી કરી શકું, પરને જીવાડી શકું-એ બધો મિથ્યાદ્રષ્ટિનો ભ્રમ છે. અજ્ઞાની પોતાના વિકારી પરિણામનો કર્તા થાય છે પણ પરદ્રવ્યનાં જે કાર્ય થાય તેનો કદીય કર્તા નથી.
અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ર્ક્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ર્ક્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું છે.
[પ્રવચન નં. ૧૬૨ શેષ, ૧૬૩ ચાલુ * દિનાંક ૨૧-૮-૭૬ અને ૨૨-૮-૭૬]