ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वम्–
एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं।। ९७ ।।
एवं खलु यो जानाति सो मुञ्चति सर्वकर्तृत्वम्।। ९७ ।।
‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે’ એમ હવે કહે છેઃ-
–એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. ૯૭.
ગાથાર્થઃ– [एतेन तु] આ (પૂર્વોક્ત) કારણથી [निश्चयविद्भिः] નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [सः आत्मा] તે આત્માને [कर्ता] કર્તા [परिकथितः] કહ્યો છે-[एवं खलु] આવું નિશ્ચયથી [यः] જે [जानाति] જાણે છે [सः] તે (જ્ઞાની થયો થકો) [सर्वकर्तृत्वम्] સર્વ ર્ક્તૃત્વને [मुञ्चति] છોડે છે.
ટીકાઃ– કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જે જાણે છે તે સમસ્ત કર્તૃત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ-
આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (-એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક્ પૃથક્ સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું