૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ શૂન્ય છે. રજકણોને ગ્રહ્યા નથી અને રજકણોને આત્મા છોડતો નથી. પર્યાયમાં અજ્ઞાનનું ગ્રહણ કર્યું છે અને તે અજ્ઞાનને છોડે છે. પરંતુ જે પરનો ત્યાગ મેં કર્યો છે એમ માને છે તેણે સમકિત છોડયું છે અને મિથ્યાત્વનું ગ્રહણ કર્યું છે.
જૈન પરમેશ્વર દેવાધિદેવ સર્વજ્ઞદેવ ધર્મસભામાં-ગણધરો અને ઇન્દ્રોની સભામાં જે દિવ્યધ્વનિમાં કહેતા હતા તે આ વાત છે. જેમ જ્ઞાન આત્માનો ત્રિકાળી ગુણ છે તેમ પરના ત્યાગ-ગ્રહણથી શૂન્ય એવી આત્માની ત્રિકાળી શક્તિ-ગુણ છે. માટે આત્મા પરને કદીય ગ્રહતો છોડતો નથી એ મૂળ મુદની વાત છે. આમ યથાર્થ જાણી જે સ્વપરને એક કરતો નથી પણ પરને પરરૂપ જાણી સ્વરૂપમાં-ચૈતન્યસ્વભાવમય પોતાની વસ્તુમાં લીન થાય છે તે પોતાને એકને અનુભવે છે અને એ રીતે સકલ ર્ક્તૃત્વને છોડી દે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ-
‘આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદ-જ્ઞાનની) શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી ‘‘હું ક્રોધ છું’’ ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.’
પોતાની જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળી ચીજનું અભાન તે અજ્ઞાન છે. આ અજ્ઞાન નવું નથી પણ અનાદિથી છે. અનાદિ સંસારથી એણે પોતાની શુદ્ધ ચિદ્રૂપ વસ્તુની દ્રષ્ટિ કરી નથી. તેથી અજ્ઞાનને કારણે તેને મિલિત સ્વાદનો અનુભવ છે. અનાદિ નિગોદથી માંડીને પોતાની જ્ઞાનની પર્યાયમાં રાગદ્વેષના વિકલ્પની આકુળતાનો સ્વાદ અજ્ઞાનીને આવે છે. અજ્ઞાનને કારણે-એમ કહ્યું છે એટલે કર્મને કારણે નહિ એમ અર્થ છે. જીવ અનાદિકાળથી અજ્ઞાનને કારણે પુણ્યપાપ અને શુભાશુભભાવની આકુળતાનો-દુઃખનો સ્વાદ લઈ રહ્યો છે. ‘મિલિત સ્વાદ’ એટલે કાંઈક આત્માના આનંદનો સ્વાદ અને કાંઈક રાગનો-વિકલ્પનો આકુળતામય સ્વાદ એમ અર્થ નથી. અજ્ઞાનીને આત્માનો આનંદ કયાં છે? ‘મિલિત સ્વાદ’ એમ શબ્દ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાય પોતાની છે તેમાં શુભાશુભ-રાગનો એકમેકપણે જે અનુભવ છે તે પૌદ્ગલિક વિકારનો સ્વાદ તેને છે; તેને મિલિત સ્વાદ કહ્યો છે.
રાગ છે તે પુદ્ગલની અવસ્થા છે. અજ્ઞાની તે રાગનો સ્વાદ લે છે, તે જગતની અન્ય ચીજોનો સ્વાદ લેતો નથી. લાડુ, જલેબી, મૈસુબ, દ્રાક્ષ, મોસંબી, સ્ત્રીનું શરીર ઇત્યાદિ પરચીજોનો સ્વાદ જીવને હોતો નથી, પણ પરચીજને ઠીક-અઠીક માની જે રાગદ્વેષ કરે તે રાગદ્વેષનો તે સ્વાદ લે છે. પોતાના ચૈતન્યસ્વભાવથી ભ્રષ્ટ થઈને દયા, દાન, વ્રત,