સમયસાર ગાથા-૯૭ ] [ ૬૯
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।।
એ જ વાતને દ્રઢ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [आत्मा ज्ञानं] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, [स्वयं ज्ञानं] પોતે જ્ઞાન જ છે; [ज्ञानात् अन्यत् किम् करोति] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [आत्मा परभावस्य कर्ता] આત્મા પરભાવનો કર્તા છે [अयं] એમ માનવું (તથા કહેવું) તે [व्यवहारिणाम् मोहः] વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬ર.
‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે’ અજ્ઞાનથી કર્તાપણું છે, તે કર્તાપણાનો જ્ઞાન વડે નાશ થાય છે. હું જ્ઞાતાદ્રષ્ટા ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ છું એવા અનુભવથી ર્ક્તૃત્વનો નાશ થાય છે અને તે ધર્મ છે એમ હવે કહે છેઃ-
‘કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જે જાણે છે તે સમસ્ત ર્ક્તૃત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે.’
ગાથા બહુ સરસ છે. પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધે જીવ રાગ અને પરદ્રવ્ય સાથે પોતાને એક કરીને સ્વપરના એકત્વનો આત્મવિકલ્પ કરે છે અને તેથી નિશ્ચયથી તે કર્તા પ્રતિભાસે છે. અજ્ઞાનથી રાગનો કર્તા છે એમ જે યથાર્થ જાણે છે તે સકલ ર્ક્તૃત્વને છોડી દે છે અર્થાત્ તે અકર્તા થઈ જાય છે.
લોકો બહારથી છોડવાનું-ત્યાગવાનું માને છે. આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ માને છે, પણ એ ઉપવાસ નથી; એ તો લાંઘણ છે. આત્મામાં વસે તે ઉપવાસ છે. મેં આહારનો ત્યાગ કર્યો એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે કેમકે આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. જડ રજકણને આત્મા કઈ રીતે ગ્રહે અને કઈ રીતે ત્યાગે? મેં બૈરાં-છોકરાં, ધનસંપત્તિ ઇત્યાદિનો ત્યાગ કર્યો એવી માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. પરિશિષ્ટમાં ૪૭ શક્તિનું વર્ણન છે. તેમાં એક સોળમી ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ કહેલી છે. ત્યાં કહ્યું છે-‘‘જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (-નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ.’’ જુઓ, આત્મા પરનું ગ્રહણ અને પરનો ત્યાગ કરે-એનાથી