Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1143 of 4199

 

૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ વ્યવહારરત્નત્રયનો કર્તા થતો નથી આ ફેંસલો આપ્યો. આ કારખાનાંની વ્યવસ્થા કરવી અને પરનાં કામ કરવાં એ વાત તો કયાંય દૂર રહી ગઈ! જ્ઞાની રાગનો અને પરદ્રવ્યનો કર્તા નથી.

* * *

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ પ૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘किल’ નિશ્ચયથી ‘स्वयं ज्ञानं भवन् अपि’ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં-શું કહે છે? ભગવાન આત્મા સ્વયં ત્રણ લોકનો જાણનાર દેખનાર છે, જગતની કોઈ ચીજનો તે કર્તા નથી. આવું જ તેનું સ્વરૂપ છે. અહાહા...! મંદિર ઉપર જેમ સોનાનો કળશ ચઢાવે તેમ આચાર્યદેવે ગાથાની ટીકા ઉપર આ કળશ ચઢાવ્યો છે. અહા! કેટ-કેટલું સ્પષ્ટ કર્યું છે! જંગલમાં વસનારા દિગંબર મુનિવરને કરુણાબુદ્ધિનો વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર રચાઈ ગયાં. જગતના પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને જ્ઞાની અનુકંપા કરવા જતા નથી પણ એને અંતરમાં એમ થાય છે કે-અરે! આ સંસારમાં પ્રાણીઓ નિજ ચૈતન્યસ્વરૂપને ઓળખ્યા વિના જન્મ-મરણ કરતા થકા બિચારા દુઃખી છે! પંચાસ્તિકાયની ગાથા ૧૩૭માં અનુકંપાના સ્વરૂપનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે-‘‘જ્ઞાનીની અનુકંપા તો નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (-પોતે નીચેનાં ગુણ- સ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસાર- સાગરમાં ડૂબેલા જગતને દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે.’’ જ્ઞાનીને હજુ રાગ છે તેથી હેયબુદ્ધિએ એવો રાગ આવે છે.

ત્યાં પંચાસ્તિકાય ગાથા ૧૩૬ માં કહ્યું છે કે-‘‘આ (પ્રશસ્તરાગ) ખરેખર, જે સ્થૂળલક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિ-પ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (-ઉપરના ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.’’ પ્રશસ્તરાગ કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે એટલે પરિણમનની અપેક્ષાથી રાગ છે પણ જ્ઞાનીને રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોતી નથી તેથી તે રાગના કર્તા થતા નથી.

અજ્ઞાનીને ભક્તિ, અનુકંપા આદિ રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોય છે. તે પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને તેમને હું આમ સુખી કરી દઉં અને આમ જીવાડી દઉં-એમ અનેક પ્રકારે વિકલ્પ કરતો થકો વિકલ્પનો કર્તા થાય છે. આ મેં પરની દયા કરી તે ઠીક કર્યું, તેથી મને ધર્મ થયો એમ અજ્ઞાનીને પરમાં કર્તાબુદ્ધિ અને રાગમાં ધર્મબુદ્ધિ હોય છે તેથી તે કર્તા થાય છે.