Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1144 of 4199

 

સમયસાર ગાથા-૯૭ ] [ ૮૩

અહીં કહે છે-આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં ‘अज्ञानतः तु’ અજ્ઞાનને લીધે

‘यः’ જે જીવ, ‘सतृणाभ्यवहारकारी’ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક ‘रज्यते’ રાગ કરે છે (રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) ‘असौ’ તે ‘दधीक्षुमधुराम्लरसातिगृद्धया’ દહીં-ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી ‘रसालम् पीत्वा’ શિખંડને પીતાં છતાં ‘गां दुग्धम् दोग्धि इव नूनम्’ પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે.

હાથીને ઘાસ અને ચૂરમાના લાડવા ભેગા કરીને ખાવા આપો તો તે બન્નેને એક માનીને ખાઈ જાય છે. બેઉના સ્વાદનો ભેદ છે એવો તેને વિવેક હોતો નથી. વળી કોઈ રસનો લોલુપી અત્યંત લોલુપતાને કારણ શિખંડ પીતાં છતાં હું ગાયનું દૂધ પીઉં છું એમ માનવા લાગે છે. સમયસાર નાટકમાં દ્રષ્ટાંત આપ્યું છે કે દારૂનો નશો જેને ચઢયો છે એવા દારૂડિયાને શિખંડ પીવડાવવામાં આવતાં નશાના કારણે સ્વાદ નહિ પરખી શકવાથી પોતે દૂધ પી રહ્યો છે એમ કહે છે. તેમ મોહદારૂના પાનથી જે નશામાં છે તેવા અજ્ઞાનીને રાગનો (કલુષિત) સ્વાદ અને પોતાનો (આનંદરૂપ) સ્વાદ ભિન્ન છે એમ ભાન નથી. તેથી રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે. રાગના સ્વાદને જ તે પોતાનો સ્વાદ માને છે.

* કળશ પ૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વપરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે.’

અજ્ઞાનીને પોતાના અને પુદ્ગલકર્મના ભિન્ન સ્વાદનું ભાન નથી. અહીં પુદ્ગલ-કર્મનો અર્થ રાગ થાય છે. દયા, દાન વ્રત, ભક્તિ આદિનો રાગ ખરેખર પુદ્ગલ જ છે. તેનો સ્વાદ અને પોતાનો સ્વાદ ભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. રાગનો સ્વાદ અને આત્માનો સ્વાદ- એ બેને અજ્ઞાની જુદા પાડી શક્તો નથી.

અરે! આ મનુષ્યભવનાં ટૂકાં આયુષ્ય પૂરાં કરીને જીવ ચોરાસીના અવતારમાં કયાંય ચાલ્યો જશે. ત્રસની સ્થિતિ તો માત્ર બે હજાર સાગરની છે. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભવ કરવાની સ્થિતિ બે હજાર સાગરની છે. અરે ભાઈ! જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો તે સ્થિતિ પૂરી થતાં જીવ નિગોદમાં જશે! નિગોદવાસ તો અનંતકાળ અને અપાર દુઃખથી ભરેલો છે. હે ભાઈ! વિચાર કર.

જેમ શિખંડના રસલોલુપીને શિખંડમાં ખાટા-મીઠા સ્વાદનો ભેદ ભાસતો નથી