સમયસાર ગાથા-૯૭ ] [ ૮૯
જુઓ, હંસની ચાંચમાં ખટાશ હોય છે. તેથી દૂધમાં ચાંચ બોળે ત્યાં દૂધ અને પાણી જુદા પડી જાય છે. અહીં કહે છે કે આ આત્મા પરમહંસ છે, અને રાગ છે તે પાણી છે. હંસ જેમ પાણી અને દૂધને જુદા પાડી દે છે તેમ આ આતમ-હંસલો દૂધસમાન પોતાનો જ્ઞાનસ્વભાવ અને જળસમાન જે રાગ તે બન્નેને ભિન્ન કરી દે છે. અને તેને આત્મહંસ કહીએ; બાકી તો કૌઆ- કાગડા કહેવામાં આવે છે. પ્રભુ! તારી મોટપની તને ખબર નથી!
આત્મા અરૂપી છે. અરૂપી છે છતાં તે વસ્તુ છે. જેમ રૂપી વસ્તુ છે તેમ અરૂપી પણ વસ્તુ છે. અરૂપી એટલે કાંઈ નહિ એમ નથી. અરૂપી એટલે રૂપી નહિ પણ વસ્તુ તો છે. અહાહા...! અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ ઇત્યાદિ અનંત અનંત ગુણનો ત્રિકાળી પિંડ પ્રભુ આત્મા છે. આત્મા અરૂપી મહાન પદાર્થ છે. હવે-
હંસની જેમ ‘यः’ જે જીવ ‘ज्ञानात्’ જ્ઞાનને લીધે ‘विवेचकतया’ વિવેકવાળો હોવાથી ‘परात्मनोः तु विशेषम् जानाति’ પરના અને પોતાના વિશેષને જાણે છે ‘सः’ તે ‘अचलम् चैतन्यधातुम् सदा अधिरूढः’ અચળ ચૈતન્યધાતુમાં સદા આરૂઢ થયો થકો ‘जानीत एव हि’ માત્ર જાણે જ છે, ‘किञ्चन अपि न करोति’ કાંઈ પણ કરતો નથી.
ધર્માત્મા પોતાનું સ્વસ્વરૂપ જે જ્ઞાન અને પર જે રાગ તે બન્નેને ભિન્ન જાણે છે અને તેથી તે ભેદજ્ઞાનસહિત હોવાથી, હંસ જેમ દૂધ અને પાણીને જુદા કરી દે છે તેમ જ્ઞાન અને રાગને જુદા કરી દે છે; રાગ અને આત્માને એક કરતો નથી. રાગનો જે કર્તા થાય તે જ્ઞાતા રહી શક્તો નથી અને જે જ્ઞાતા થાય તે રાગનો કર્તા થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. સમયસાર નાટકમાં આવે છે કે-
બહારની શરીર, મન, વાણી આદિની ક્રિયા તો જડની ક્રિયા છે; પણ અંદર જે શુભરાગ આવે છે તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાની જ્ઞાનને લીધે રાગ જે વિકાર અને પોતાનો અવિકારી શુદ્ધ જ્ઞાનઘન-આનંદઘન સ્વભાવ-એ બેના વિશેષને જાણે છે. હું તો ચિદાનંદ-સ્વભાવી વસ્તુ છું અને રાગ તો આકુળતાસ્વભાવ છે-આવો બન્નેનો ભેદ જ્ઞાની જાણે છે. આનું નામ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનના બળે અચળ નિજ ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરતો થકો તે માત્ર જાણે જ છે. આનું નામ ધર્મ છે.
આત્મા અચળ ચૈતન્યધાતુ છે. જે ચૈતન્યને ધારે તે ચૈતન્યધાતુ છે. એમાં અચેતન