સમયસાર ગાથા-૧૦૦ ] [ ૧૧૩ જો પરનો તું (આત્મા) નિમિત્તકર્તા હોય તો તેને (આત્માને) નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવી પડે. ત્યારે પ્રશ્ન થાય કે નિમિત્તકર્તા કોણ છે? તો કહે છે કે-અંદર ભગવાન જ્ઞાયક ચૈતન્યમૂર્તિ બિરાજમાન છે તેની જેને દ્રષ્ટિ નથી તે અજ્ઞાનીના જોગ અને ઈચ્છારૂપ રાગને પરદ્રવ્યસ્વરૂપ કર્મનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નિમિત્તકર્તા છે એટલે નિમિત્ત કાર્યનું કર્તા છે. એવો અર્થ નથી.
ધર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ જોગ અને રાગના પરિણામનો કર્તા નથી. તેથી ધર્માત્મા પરદ્રવ્યના કાર્યકાળે તેનો નિમિત્તકર્તા નથી. જ્ઞાની રાગ અને જોગનો કર્તા નથી. જ્ઞાની (આત્મા) પોતાના જ્ઞાતાદ્રષ્ટાના જ્ઞાનના પરિણામ કરે છે એમ કહેવું એ પણ ભેદકથન હોવાથી ઉપચાર છે તો પછી પરના કર્તાની અને નિમિત્તકર્તાની તો વાત જ કયાં રહી? ત્યાં તો ઉપચાર પણ બનતો નથી.
અજ્ઞાની જીવ માને છે કે પરજીવોની દયા પાળવી તે ધર્મ છે. અરે ભાઈ! તને આ શું થઈ ગયું છે? પર જીવનું ટકવું તો તેના કારણે છે. તેની તું દયા પાળી શકે એ કેમ બને? વળી દયાનું કાર્ય જે પરમાં થયું તેમાં આત્મા નિમિત્ત છે એમ જો તું કહે તો એમ પણ નથી, કેમકે એમ માનતાં નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવી પડશે. નિત્યકર્તૃત્વનો પ્રસંગ બનતાં રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન અને મુક્તિમાર્ગ પ્રાપ્ત કરવાનો કોઈ અવસર રહેશે નહિ એ મહાદોષ આવશે. માટે હે ભાઈ! આત્મદ્રવ્ય પરનાં કાર્યોનું નિમિત્તકર્તા પણ નથી એમ યથાર્થ નિર્ણય કર.
ભગવાન! તું કોણ છો? શું તું રાગ છો? કંપન છો? ના રે ના; તું તો ભગવાન જ્ઞાનસ્વરૂપ છો. અહાહા...! આવો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જેને જ્ઞાનમાં જાણવામાં આવ્યો તે પરનાં કાર્યોનો નિમિત્તકર્તા પણ નથી, કેમકે જ્ઞાની જોગ અને રાગનો કર્તા નથી, જ્ઞાતા છે. તો પછી જ્ઞાની કર્તા થઈને પરનાં કાર્ય કરે એ વાત કેવી? (એ તો બનતું જ નથી).
જ્ઞાનીની વાણીથી અન્ય જીવને જ્ઞાન થાય છે એ વાત યથાર્થ નથી. તે જીવને જ્ઞાન પોતાથી થાય છે, વાણીથી નહિ. તે જ્ઞાનના પરિણમનનો કર્તા જીવ છે. વાણીથી તેને જ્ઞાન થયું એમ છે નહિ. અરે ભાઈ! નિમિત્તથી કથન કરવું એ જુદી વાત છે અને નિમિત્તથી કર્તાપણું માનવું એ જુદી વાત છે.
કહે છે-‘રાગાદિ વિકલ્પવાળા ચૈતન્યપરિણામસ્વરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.’
અજ્ઞાની પરનો કર્તા નથી, પણ જોગ અને ઇચ્છાનો કર્તા છે. માટે તેનાં જોગ