સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૧ પોતાના પરિણામમાં વ્યાપીને જડકર્મની પર્યાયને જાણે જ છે, કરતો નથી. જ્ઞાની જડકર્મને જાણવાની જે જ્ઞાનની પર્યાય તેમાં વ્યાપ્ત છે. તે જ્ઞાન-પર્યાય સ્વપરપ્રકાશકપણે પોતાથી થઈ છે. તે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મની પર્યાય નિમિત્તમાત્ર છે.
જુઓ, લોજીકથી-ન્યાયથી વાત ચાલે છે. સમજવાની તો પોતાને જિજ્ઞાસા હોવી જોઈએ. જેણે રાગથી ભિન્ન થઈ પોતાના જ્ઞાનાનંદસ્વભાવી જ્ઞાયકસ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કર્તા નથી, જાણનાર છે. જ્ઞાનાવરણીય કર્મની જે પર્યાય થાય તેમાં જ્ઞાની નિમિત્ત પણ નથી, નિમિત્તકર્તા પણ નથી. ઉપાદાન તો તે તે પુદ્ગલકર્મની પ્રકૃત્તિ છે. જ્ઞાની તેના નિમિત્તકર્તા પણ નથી કેમકે જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત જે અજ્ઞાન તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાની પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના પરિણામમાં વ્યાપ્ત થઇને જ્ઞાનના પરિણામને કરે છેેે અને ત્યારે તે જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને નિમિત્ત કહે છે. ખૂબ ગંભીર વાત છે.
જુઓને! દ્રષ્ટાંત પણ કેવું સરસ આપ્યું છે! ગોરસના પરિણામને દેખનારો પુરુષ, પોતાના ગોરસને દેખનારા પરિણામમાં વ્યાપ્ત થઈને, ગોરસના પરિણામને દેખે છે, પણ તેને કરતો નથી. તેમ જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જે પુદ્ગલથી થઈ છે તેને દેખનાર જ્ઞાની પોતાના જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, જ્ઞાનનો કર્તા થઈને જ્ઞાતાપણે રહે છે. તે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાવરણીય કર્મની પર્યાય નિમિત્ત છે. જ્ઞાનનું ઉપાદાન તો પોતાનું છે તેમાં જડકર્મની પર્યાય નિમિત્ત છે. નિમિત્ત સંબંધી જ્ઞાનની પર્યાય ઉપાદાનથી પોતાથી સ્વતંત્ર થઈ છે, નિમિત્તની કાંઈ એમાં અપેક્ષા નથી.
અહો! ગાથા બહુ અલૌકિક છે. શ્રી સીમંધર ભગવાન પાસે આચાર્યશ્રી કુંદકુંદદેવ વિદેહમાં ગયા હતા. ત્યાંથી આ સંદેશ લઈને ભરતમાં આવ્યા અને આ શાસ્ત્રો રચ્યાં છે. જેમ પરદેશથી કોઈ પુરુષ વતનમાં આવે તો પત્ની પૂછે કે મારે માટે સાડી લાવ્યા? પુત્રી પૂછે કે મારે માટે ઘડિયાળ લાવ્યા? નાનો પુત્ર હોય તે પૂછે કે-પપ્પા મારે માટે મીઠાઈ-હલવો લાવ્યા? તેમ શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહથી ભરતમાં પધાર્યા તો ભક્તો પૂછે કે-ભગવાન! અમારે માટે કાંઈ લાવ્યા? તો આચાર્યદેવ કહે છે કે તમારા માટે આ માલ-માલ લાવ્યો છું. ભગવાનની આ પ્રસાદી છે તે લઈને પ્રસન્ન થાઓ. કહે છે કે ચોથા ગુણસ્થાને જ્ઞાનીને જે જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેનો તે કર્તા નથી, જાણનાર જ છે. જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જડથી પુદ્ગલથી થાય છે તેમાં જ્ઞાની નિમિત્ત પણ નથી. ચોથા ગુણસ્થાને આ પ્રકૃતિ જે બંધાય એનું જ્ઞાન સ્વયં પોતાથી થાય છે, અને ત્યારે તેમાં જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્તમાત્ર છે.
જ્ઞાની કર્મને બાંધતો નથી એમ અહીં કહ્યું છે. અજ્ઞાની પણ જડકર્મને બાંધતો નથી, પરંતુ અજ્ઞાની રાગનો કર્તા છે તો કર્મબંધની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં