૧૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ આવે છે. અહા! ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અને એનું ફળ પણ મહાન છે! મોક્ષનો માર્ગ પ્રગટે એના ફળમાં ભવિષ્યમાં અનંત જ્ઞાન અને અનંત સુખ પ્રગટ થશે અને તે આદિ અનંત કાળ રહેશે.
રાગનો જે કર્તા થાય અને જડકર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ જેને પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેવો ધર્મી જીવ જાણે છે કે રાગ અને પુદ્ગલની જે ક્રિયા થાય તે મારી નથી. આવો જેને ક્ષણેક્ષણે વિવેક વર્તે છે તે જ્ઞાનીને જે સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને જાણે જ છે. તે જ્ઞાન સ્વતઃ પોતાથી સ્વપરને જાણતું પ્રગટ થયું છે, કર્મની પર્યાયની તેને અપેક્ષા નથી. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.
જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારના ભાવથી બંધાય છે. જ્ઞાનમાં અંતરાય કરવી, માત્સર્ય, પ્રદોષ, નિન્હવ, આસાદન, ઉપઘાત-એમ છ પ્રકારના ભાવના નિમિત્તે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ છ પ્રકારના ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. તેથી જ્ઞાનાવરણીયના બંધમાં આ અજ્ઞાનીના વિકારીભાવને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પરંતુ જ્ઞાનીને તો આસ્રવ તત્ત્વ, અજીવ તત્ત્વ અને નિજ જ્ઞાયકતત્ત્વનું ભેદજ્ઞાન થયું છે. માટે જ્ઞાની રાગનો કર્તા નથી. ભેદજ્ઞાનનો ઉદય થવાથી રાગથી ભિન્ન હું જ્ઞાયકતત્ત્વ છું એમ ધર્મી જીવ જાણે છે. ધર્મીને રાગથી ભિન્ન જ્ઞાયકતત્ત્વનું જે જ્ઞાન થયું તે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી પ્રગટ થયું છે અને રાગ અને જડની દશા તેમાં નિમિત્તમાત્ર કહેવામાં આવે છે.
આ દશલક્ષણી પર્વના દશ દિવસ વીતરાગભાવની વિશેષ આરાધનાના દિવસ છે. વીતરાગભાવની આરાધના કયારે થાય? કે રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માનું ભાન થાય ત્યારે. અહીં કહે છે-એવા આત્મજ્ઞ પુરુષને જે સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે તે પોતાથી થાય છે અને તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત છે. પરંતુ નિમિત્ત છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. દયા, દાન, વ્રત આદિ વિકલ્પ રાગ છે, આસ્રવ છે. આસ્રવથી આત્મતત્ત્વ ભિન્ન છે. આવું સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય તેને આ આસ્રવ છે, રાગ છે એવું જ્ઞાન પોતાથી પોતામાં થાય છે ત્યારે તે જ્ઞાનમાં રાગ નિમિત્ત કહેવામાં આવે છે.
દયાનો ભાવ છે તે શુભરાગ છે, વિકાર છે. તે ભાવના કાળે જે શાતા વેદનીય-કર્મ બંધાય તે જડની પર્યાય છે અને તે જડથી થાય છે. અનુકંપાનો ભાવ અને આત્મા-બંનેને જે એક માને છે એવા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિનો અનુકંપાનો ભાવ શાતાવેદનીય કર્મ જે પોતાથી બંધાય છે તેનો નિમિત્તકર્તા છે. પરંતુ દયાના રાગથી પોતાનો જ્ઞાયક ભગવાન ભિન્ન છે એવું ભેદજ્ઞાન જેને પ્રગટ થયું છે એવો ધર્મી જીવ દયાના રાગને